Not Set/ વિધાનસભા સત્ર શરુ થવા આડે 1 જ દિવસ  બાકી છે ત્યારે સ્વર્ણિમ સંકુલમાં 9 કોરોના પોઝીટીવ કેસ આવ્યા સામે …

  ગાંધીનગર ખાતે 21 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલા વિધાનસભા સત્રના ભાગરુપે  સચિવાલયમાં મંત્રીઓના સ્ટાફના કોરોના ટેસ્ટ આજે કરવામાં આવ્યા હતા.  જેમાં કુલ 9 પોઝીટીવ કેસ આવ્યા છે.  સ્વર્ણિ સંકુલ એકમાં મુખ્યમંત્રી કાર્યાલયના સહાયક નિરીક્ષક સહિત ત્રણ અને  એ સિવાય અન્ય બે કર્મચારીઓ પણ પોઝીટીવ આવતા સ્વર્ણિમ સંકુલ એકમાં  કુલ પાંચ કેસ પોઝીટીવ આવ્યા છે. સ્વર્ણિમ સંકુલ બેમાં મંત્રી કેબીનેટમંત્રી જવાહર ચાવડાના કાર્યાલયમાં પીએ અને પીએસ […]

Uncategorized
731c8f532708059035c1d5a67f556cce વિધાનસભા સત્ર શરુ થવા આડે 1 જ દિવસ  બાકી છે ત્યારે સ્વર્ણિમ સંકુલમાં 9 કોરોના પોઝીટીવ કેસ આવ્યા સામે ...
 

ગાંધીનગર ખાતે 21 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલા વિધાનસભા સત્રના ભાગરુપે  સચિવાલયમાં મંત્રીઓના સ્ટાફના કોરોના ટેસ્ટ આજે કરવામાં આવ્યા હતા.  જેમાં કુલ 9 પોઝીટીવ કેસ આવ્યા છે.  સ્વર્ણિ સંકુલ એકમાં મુખ્યમંત્રી કાર્યાલયના સહાયક નિરીક્ષક સહિત ત્રણ અને  એ સિવાય અન્ય બે કર્મચારીઓ પણ પોઝીટીવ આવતા સ્વર્ણિમ સંકુલ એકમાં  કુલ પાંચ કેસ પોઝીટીવ આવ્યા છે.

સ્વર્ણિમ સંકુલ બેમાં મંત્રી કેબીનેટમંત્રી જવાહર ચાવડાના કાર્યાલયમાં પીએ અને પીએસ સહિત ત્રણ પોઝીટીવ તેમજ મંત્રી ઈશ્વર પટેલના કાર્યાલયમાં પણ એક કેસ પોઝીટીવ આવતા સ્વર્ણિમ સંકુલ બેમાં ચાર કેસ પોઝીટીવ આવ્યા છે. વિધાનસભા સત્ર શરુ થવા આડે એક જ દિવસ  બાકી છે ત્યારે સ્વર્ણિમ સંકુલમાં નવ પોઝીટીવ કેસ આવતા તંત્રની ચિંતા વધી છે.

સોમવારે મળી રહેલા વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા ગૃહમાં બેસનારા તમામ મંત્રીઓ અને ધારાસભ્યોના પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. જે અંતર્ગત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર  ત્રિવેદીએ શનિવારે કોરોના ટેસ્ટ કરાવ્યો છે.  જે નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અગાઉ ટેસ્ટ કરાવી ચુક્યા છે પણ ફરીથી તેમનો ટેસ્ટ કરાવવા મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. રવિવારે સાંજે ભાજપ અને કોંગ્રેસની વિધાનસભા દળની બેઠક મળવા જઈ રહી છે ત્યારે આ બેઠકના સમયે તમામ ધારાસભ્યો અને મંત્રીઓના પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આ વિધાનસભા સત્રમાં કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો હોવાથી મંત્રીઓના કાર્યાલય ખાતે પણ આજે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં નવ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….