Not Set/ વિશ્વની ટોપ મોસ્ટ કંપનીઓ બાદ હવે Mubadala ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ Jio માં કર્યુ મોટું રોકાણ

લોકડાઉન વચ્ચે રિલાયન્સ જિઓ એ બમ્પર ડીલમાં હસ્તાક્ષર કર્યા છે. રિલાયન્સે ફરી એક વાર લોકડાઉન 5 માં મોટો સોદો કર્યો છે. રિલાયન્સ જિયો એ 5 જૂને મોટી ડીલની વિગતો શેર કરી હતી. ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર બાદ અબુધાબીની કંપની મુબાડાલા ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ મોટી ભાગીદારી રચી છે. રિલાયન્સ જિઓ માં 1.85 ટકા […]

Business
9558585cc54d9d3e67bff2f147a375c3 વિશ્વની ટોપ મોસ્ટ કંપનીઓ બાદ હવે Mubadala ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ Jio માં કર્યુ મોટું રોકાણ

લોકડાઉન વચ્ચે રિલાયન્સ જિઓ એ બમ્પર ડીલમાં હસ્તાક્ષર કર્યા છે. રિલાયન્સે ફરી એક વાર લોકડાઉન 5 માં મોટો સોદો કર્યો છે. રિલાયન્સ જિયો એ 5 જૂને મોટી ડીલની વિગતો શેર કરી હતી. ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર બાદ અબુધાબીની કંપની મુબાડાલા ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ મોટી ભાગીદારી રચી છે.

રિલાયન્સ જિઓ માં 1.85 ટકા હિસ્સો ખરીદવા માટે રોકાણ કંપની મુબાડાલાએ 9093.6 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ જિઓને તેમની પહેલી પસંદ માને છે. કંપનીએ 6 અઠવાડિયામાં 87,655.35 કરોડનું રોકાણ વધાર્યું છે. જણાવી દઇએ કે, જિઓ હવે દુનિયાભરની કંપની રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની છે. ભારતીય ડિજિટલ માર્કેટ પર જિઓ ની પકડ ખૂબ મજબૂત છે અને લોકડાઉન પછી ડિજિટલ માર્કેટ વધુ મજબુત બન્યું છે. આવી સ્થિતિમાં વૈશ્વિક કંપનીઓ જિઓ તરફ આકર્ષિત થઈ રહી છે. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ બીજી મોટી ભાગીદારી બનાવી છે. અબુ ધાબીનાં સોવરેન ફંડ મુબાડાલા ઈન્વેસ્ટમેંટે જિઓમાં 1.85 ટકા હિસ્સો ખરીદવા માટે 9,093.6 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ ભાગીદારીમાં મુબાડાલામાં આ રોકાણ 4.91 લાખ કરોડની ઇક્વિટી વેલ્યુ પર કરવામાં આવ્યું છે, જ્યારે જિઓનું એન્ટરપ્રાઇઝ વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા નક્કી કરાયેલ છે.

આપને જણાવી દઈએ કે, જિઓએ છેલ્લા દોઢ મહિનામાં મજબૂત ભાગીદારી બનાવી છે. જિઓએ ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક અને કેકેઆર સાથે ભાગીદારી કરી છે અને હવે મુબાડાલા ઈન્વેસ્ટમેંટ રિલાયન્સ જિયો સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીનાં માત્ર છ અઠવાડિયામાં રિલાયન્સ જિઓએ વિશ્વભરની ટોચની અગ્રણી કંપનીઓ અને ઇન્વેસ્ટમેન્ટથી 87655.35 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.