સમગ્ર વિશ્વ કોરોના રોગચાળા સામે સંઘર્ષ કરી રહ્યું છે, વર્લ્ડ મીટર પ્રમાણે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 93 લાખથી વધુ લોકોને કોરોના ચેપ લાગ્યો છે, જ્યારે મૃત્યુઆંક 4 લાખ 78 હજારને વટાવી ગયો છે, જ્યારે 50 લાખથી વધુ લોકો પહેલા જ ઠીક થઇ ચુક્યા છે, વિશ્વનાં આશરે 66 ટકા કેસ ફક્ત 10 દેશોમાંથી જ સામે આવ્યા છે.
સોમવારે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં ડાયરેક્ટર જનરલે વૈશ્વિક રોગચાળાનાં કોરોના વાયરસની સારવાર માટે ડેક્સામેથાસોનનાં ઉપયોગ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ડબ્લ્યુએચઓ ભારપૂર્વક જણાવે છે કે ડેક્સામેથાસોન દવા માત્ર ડોકટરોની દેખરેખ હેઠળ કોરોનાની ગંભીર અથવા ખૂબ જ ગંભીર સ્થિતિમાં દર્દીઓને આપવી જોઈએ, ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલે ચેતવણી આપી હતી કે કોઈ પુરાવા નથી કે ડેક્સામેથાસોન દવા કોરોનાનાં હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે કામ કરે છે, તે નુકસાન પણ પહોંચાડી શકે છે.
અલગ-અલગ દેશોમાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો
અમેરિકા: કેસ- 24,24,144, મૃત્યુ- 1,23,473 બ્રાઝિલ: કેસ- 11,51,479, મૃત્યુ- 52,771 રશિયા: કેસ- 5,99,705, મૃત્યુ- 8,359 ભારત: કેસ- 4,56,062, મૃત્યુ- 14,483 યુકે: કેસ- 3,06,210, મૃત્યુ- 42,927 સ્પેન: કેસ- 293,832 , મૃત્યુ- 28,325 પેરુ: કેસ- 2,60,810, મૃત્યુ- 8,404 ચિલી: કેસ- 2,50,767, મૃત્યુ- 4,505 ઇટાલી: કેસ- 2,38,833, મૃત્યુ- 34,675 ઈરાન: કેસ- 2,09,970, મૃત્યુ- 9,863.
ભારતની વાત કરીએ તો મંગળવાર સુધી કોરોના વાયરસનાં 14,933 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 4,40,215 થઈ ગઈ છે. વળી કોરોના વાયરસનાં કારણે એક દિવસમાં 312 દર્દીઓનાં મોત નીપજ્યાં છે અને મૃત્યુની સંખ્યા વધીને 14,011 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાયરસનાં કુલ 2,48,190 દર્દીઓ ઠીક થયા છે. અને હાલમાં સક્રિય કેસ 1,78,014 છે.નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
