Not Set/ #વિશ્વ/ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર થયા ટ્રોલ, જાણો શું છે કારણ

આજે વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. જેની ઝપટમાં આવનાર દેશોમાં એક અમેરિકા પણ છે, જ્યા સૌથી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓ છે. અહી મોતનો આંકડો પણ દિવસો જતા વધી રહ્યો છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે તેમના ચર્ચા આવવાનું કારણ કોરોનાથી જોડાયેલુ નથી. તે અન્ય એક કારણે ટ્વીટ પર ટ્રોલ […]

World

આજે વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. જેની ઝપટમાં આવનાર દેશોમાં એક અમેરિકા પણ છે, જ્યા સૌથી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓ છે. અહી મોતનો આંકડો પણ દિવસો જતા વધી રહ્યો છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે તેમના ચર્ચા આવવાનું કારણ કોરોનાથી જોડાયેલુ નથી. તે અન્ય એક કારણે ટ્વીટ પર ટ્રોલ થયા છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલી વાર છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર તેમના ટ્વિટને કારણે હેડલાઇન્સમાં બની રહ્યા છે. આ વખતે ફરી તેમણે કંઈક એવું ટ્વિટ કર્યું છે જેના કારણ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. ટ્વિટ કરીને તેમણે આકસ્મિક રીતે હેપ્પી ગુડ ફ્રાઈડે લખ્યું છે, જે પછી તેમને સોશિયલ મીડિયા પર લોકો ટ્રોલ કરી રહ્યા છે. ટ્રમ્પે શુક્રવારે એક ટ્વિટર સંદેશમાં લખ્યું કે, બધાને ગુડ ફ્રાઈડે. લોકોએ આ માટે તેમને ખૂબ ટ્રોલ કર્યા છે.

આપને જણાવી દઇએ કે, ખ્રિસ્તી ધર્મ અનુસાર, ગુડ ફ્રાઈડે તે દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે ઈસુ મસીહાને ફાંસી પર ચઢાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, તે સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી સમુદાય માટે દુઃખનો દિવસ છે. ગુડ ફ્રાઈડે 10 એપ્રિલનાં રોજ ઉજવવામાં આવી હતી. આ દિવસને ગુડ ફ્રાઈડે તરીકે પણ કહેવામાં આવે છે. આ દિવસ ખ્રિસ્તીઓ માટે ખૂબ જ વિશેષ છે તે ખ્રિસ્તી સમુદાયનો સૌથી પ્રખ્યાત દિવસ છે. આ દિવસને ‘શોક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વળી, રવિવારે ખ્રિસ્તી ધર્મ દ્વારા ઉજવવામાં આવેલ ઇસ્ટર ઇસુ મસીહાનાં પુનરુત્થાનની ખુશીમાં ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકોએ ટ્રમ્પની મૂળભૂત જાણકારી ન હોવાની ટીકા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.