ચેન્નઇઃ આ મહિને દિવંગત થયેલી પોતાની નેતા તથા તમિલનાડુની ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતા માટે ખાલી ખુરશી છોડીને કરવામાં આવેલી બેઠકમાં સતારૂઢ પાર્ટી ઓલ ઇંડિયા અન્ન ડ્રવિડ મનેત્ર કષગમ AIAMDK એ ગુરુવારે જયલલિતાની નજીકની માનવામાં આવનતી શશિકલા નટરાજનના નેતૃત્વમાં ચાલવવાનો નિર્ણય કર્યો છે. શશીકલાને પક્ષના પ્રમુખ બનાવવમાં આવ્યા છે.
ગુરુવાર સવારે થયેલી પાર્ટી જનરલ કાઉન્સિલની એક મહત્વની બેઠકમાં પાર્ટી નેતાઓએ તે પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી. જેમા કહેવામાં આવ્યું હતું કે, શશિકલા નટરાજન પાર્ટીની મહાસચિવ હશે.
