Not Set/ શાહરૂખ ખાનનો દિકરો આર્યન ખાન જોવા મળ્યો એક મિસ્ટ્રી ગર્લ સાથે, વાયરલ થયા ફોટા

બોલિવુડનાં બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન તેના દિકરા આર્યન ખાન સાથે એક ફિલ્મ ‘ધ લાઇન કિંગ’માં પોતાનો વોઇસ આપતા જોવા મળ્યા છે. આર્યનનો અવાજ આ મૂવીમાં જેણે પણ સાંભળ્યો છે તે થોડા સમય માટે વિચારતો રહી ગયો કે આ આર્યનનો અવાજ છે કે શાહરૂખ ખાનનો. શાહરૂખનો દિકરો આર્યન ખાન ફિલ્મોમાં આવ્યા પહેલા જ ઘણો ફેમસ થઇ […]

Uncategorized
aryankhan mysterygirl શાહરૂખ ખાનનો દિકરો આર્યન ખાન જોવા મળ્યો એક મિસ્ટ્રી ગર્લ સાથે, વાયરલ થયા ફોટા

બોલિવુડનાં બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન તેના દિકરા આર્યન ખાન સાથે એક ફિલ્મ ‘ધ લાઇન કિંગ’માં પોતાનો વોઇસ આપતા જોવા મળ્યા છે. આર્યનનો અવાજ આ મૂવીમાં જેણે પણ સાંભળ્યો છે તે થોડા સમય માટે વિચારતો રહી ગયો કે આ આર્યનનો અવાજ છે કે શાહરૂખ ખાનનો. શાહરૂખનો દિકરો આર્યન ખાન ફિલ્મોમાં આવ્યા પહેલા જ ઘણો ફેમસ થઇ ગયો છે. આર્યનનાં અત્યારે જ ઘણા ફેન બની ગયા છે. તેની સાથે ફોટો પડાવવા લોકો ધમાલ કરતા જોવા મળે છે ત્યારે આર્યન ખુદ એક યુવતી સાથે ફોટો પડાવતો જોવા મળ્યો હતો.

aryan2323 શાહરૂખ ખાનનો દિકરો આર્યન ખાન જોવા મળ્યો એક મિસ્ટ્રી ગર્લ સાથે, વાયરલ થયા ફોટા

 

આર્યનનાં એક ફેનએ આ ફોટો શેર કર્યો છે, આ ફોટોમાં તે એક છોકરી સાથે જોવા મળી રહ્યો છે. પહેલા ફોટોમાં તે બંન્ને હાથ પકડી ડાંસ કરતા જોવા મળે છે તો બીજા ફોટોમાં તે બંન્ને એકબીજાને ગળે મળતા જોવા મળે છે. આ ફોટોમાં આર્યન બ્લેક ટી-શર્ટની સાથે બ્લેક લેધર જેકેટમાં જોવા મળે છે. વળી આ મિસ્ટ્રી ગર્લ એક એમ્બેલિશ્ડ રેડ ટોપ માં જોવા મળે છે. બંન્ને ફોટોમાં તે એકબીજા સાથે કમ્ફર્ટેબલ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આ ફોટોઝ ઇંટરનેટ પર આવતા જ વાયરલ થવા લાગ્યો છે. જેને જોઇ તેના ફેન તે જાણવા માટે ઉત્સુક છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે. જો કે ઘણા તેને આર્યનની ગર્લફ્રેન્ડ બતાવી રહ્યા છે. હાલમાં મિસ્ટ્રી ગર્લ વિશે કોઇ માહિતી ઉજાગર થઇ નથી.

 

cover 1533642533 શાહરૂખ ખાનનો દિકરો આર્યન ખાન જોવા મળ્યો એક મિસ્ટ્રી ગર્લ સાથે, વાયરલ થયા ફોટા

તાજેતરમાં એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે આર્યન કોઈની સાથે સંબંધમાં છે. એક વેબસાઇટ અનુસાર, આર્યન લંડનમાં એક બ્લોગરને ડેટ કરી રહ્યો છે. તે લંડનમાં તેનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યા છે, જ્યાં તે આ બ્લોગરને મળ્યો હતા. અહેવાલ અનુસાર, આર્યનની માતા, ગૌરી તે છોકરીને મળી ચુકી છે અને તે ગૈરીને ઘણી સ્વીટ લાગી. જો કે, આ વિશે આર્યન તરફથી કોઇ પુષ્ટિ થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.