Not Set/ શિવસેનાએ સીએમ ફડણવીસ પર સાધ્યું નિશાન

મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારને મંગળવારે 3 વર્ષ પૂરાં થઈ ગયા. આ અવસરે NDAના સાથી પક્ષ શિવસેનાએ સીએમ ફડણવીસ પર નિશાન સાધ્યું છે. મુખપત્ર સામનાના તંત્રી લેખમાં શિવસેનાએ ફડણવીસ પર શિવસેનાને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. લેખમાં લખવામાં આવ્યું કે, સીએમએ જે કર્યું, તેના ફળ મહારાષ્ટ્રની જનતાને ભોગવવા પડી રહ્યાં છે. તેમ છતાં અમે દેવેન્દ્રને શુભેચ્છા […]

Top Stories
cm embed 092616032856 શિવસેનાએ સીએમ ફડણવીસ પર સાધ્યું નિશાન

મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારને મંગળવારે 3 વર્ષ પૂરાં થઈ ગયા. આ અવસરે NDAના સાથી પક્ષ શિવસેનાએ સીએમ ફડણવીસ પર નિશાન સાધ્યું છે. મુખપત્ર સામનાના તંત્રી લેખમાં શિવસેનાએ ફડણવીસ પર શિવસેનાને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. લેખમાં લખવામાં આવ્યું કે, સીએમએ જે કર્યું, તેના ફળ મહારાષ્ટ્રની જનતાને ભોગવવા પડી રહ્યાં છે. તેમ છતાં અમે દેવેન્દ્રને શુભેચ્છા પાઠવી રહ્યાં છીએ. ઠીક લાગે તો જોઈ લો, નહીંતર છોડી દો. સમજવાવાળાને ઈશારો જ પૂરતો છે.” ફડણવીસે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે શિવસેના વિકાસમાં અડચણો ઊભી કરી રહ્યાં છે.સામનામાં વધુમા લખવામાં આવ્યું છે કે,મુખ્યમંત્રીએ લાખો રૂપિયા ખર્ચ કરી મોટા-મોટા ઇન્ટરવ્યૂ આપ્યાં. તેઓમાં સરકારી નીતિઓ ભવિષ્યના દ્રષ્ટીકોણને સ્પષ્ટ કરવાને બદલે શિવસેના પર આક્ષેપો કરવામાં આવ્યા છે.શિવસેનાએ આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રની જનતાના મનમાં સરકાર પ્રતિ અવિશ્વાસ અને ગડમથલ છે. રાજ્યની જનતા સુખી નથી અને સીએમ વિકાસ ન થયો તેની અસફળતાની ઠીકરું શિવસેના પર ફોડી રહ્યાં છે