Not Set/ શ્રદ્ધા અને પ્રભાસ વચ્ચે એક રસપ્રદ ડિલ

બોલિવુડની હાફ ગર્લફેન્ડ શ્રદ્ધાને તેલગુ ભાષા આવડતી નથી. જ્યારે બાહુબલી ફેમ પ્રભાસને શુદ્ધ હિન્દી ભાષા આવડતી નથી. પ્રભાશ અને શ્રદ્ધા કપૂર આગામી એક્શન ફિલ્મ ‘સાહો’માં જોવા મળશે. થોડા સમયમાં જ આ ફિલ્મનું શુટિંગ શરૃ થવાની તૈયારીમાં છે. જો કે  આ ફિલ્મ માટે શ્રદ્ધા અને પ્રભાસ વચ્ચે એક રસપ્રદ ડિલ થઈ છે. જો કે ‘સાહો’ના નિર્માતા […]

Entertainment
1 1502443541 શ્રદ્ધા અને પ્રભાસ વચ્ચે એક રસપ્રદ ડિલ

બોલિવુડની હાફ ગર્લફેન્ડ શ્રદ્ધાને તેલગુ ભાષા આવડતી નથી. જ્યારે બાહુબલી ફેમ પ્રભાસને શુદ્ધ હિન્દી ભાષા આવડતી નથી. પ્રભાશ અને શ્રદ્ધા કપૂર આગામી એક્શન ફિલ્મ ‘સાહો’માં જોવા મળશે. થોડા સમયમાં જ આ ફિલ્મનું શુટિંગ શરૃ થવાની તૈયારીમાં છે. જો કે  આ ફિલ્મ માટે શ્રદ્ધા અને પ્રભાસ વચ્ચે એક રસપ્રદ ડિલ થઈ છે.
જો કે ‘સાહો’ના નિર્માતા બન્નેને ભાષાકિય જ્ઞાાન આપવા માટે ટયુશન ક્લાસ ઉપલબ્ધ કરાવશે. આમ છતા શ્રદ્ધા અને પ્રભાસે એકબીજાને ભાષા શિખવવામાં મદદ કરવાનો નિર્ણય લીધો છે.જો કે શ્રદ્ધાએ તાજેતરમાં કહ્યું કે તે પ્રભાસ સાથે નિયમિત ચેટ કરે છે. પણ હજી સુધી અભિનેતાને મળી ન હોવાથી એને મળવા માટે ઉત્સાહિત છે.તો ‘સાહો’ માટે ૧૫૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ફિલ્મને તેલગુ તમિલ અને હિન્દી ભાષામાં રિલિઝ કરવામાં આવશે. ફિલ્મને  સંગીત શંકર-એહેસાન લોય આપશે