Not Set/ સંસદનાં મોનસૂન સત્ર પહેલા PM મોદીએ જાણો શું કહ્યુ

સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્રની શરૂઆત પહેલા પોતાના સંબોધનમાં ચીન સાથે સરહદ વિવાદ અંગે સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘આશા છે કે, સાંસદો એક થઈને સંદેશ આપશે કે દેશ આર્મીનાં બહાદુર સૈનિકોની સાથે છે.‘ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘આજે જ્યારે આપણી સેનાનાં […]

Uncategorized
9e480a6768fd3e593cac480a2d8691e6 1 સંસદનાં મોનસૂન સત્ર પહેલા PM મોદીએ જાણો શું કહ્યુ

સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્રની શરૂઆત પહેલા પોતાના સંબોધનમાં ચીન સાથે સરહદ વિવાદ અંગે સંદેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આશા છે કે, સાંસદો એક થઈને સંદેશ આપશે કે દેશ આર્મીનાં બહાદુર સૈનિકોની સાથે છે.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘આજે જ્યારે આપણી સેનાનાં બહાદુર સૈનિકો ખૂબ હિંમત, જુસ્સા અને ઉચ્ચ આત્મવિશ્વાસ સાથે સરહદ પર તૈનાત છે. થોડા સમય પછી બરફવર્ષા પણ શરૂ થશે. જે આત્મવિશ્વાસ સાથે તેઓ ઉભા છે, સંસદનાં બધા સભ્યો એક ભાવથી, એક સંકલ્પથી આ સંદેશ આપશે કે દેશ સૈનાનાં જવાનોની સાથે ઉભો છે. સંસદ અને સંસદ સભ્યોનાં માધ્યમથી ઉભા છે. આ મજબૂત સંદેશ પણ આ ગૃહ આપશે, દરેક માનનીય સભ્યોનાં માધ્યમથી આપશે. તે મારો વિશ્વાસ છે.

પીએમ મોદીએ કહ્યું કે દરેકની લાંબા ગાળા બાદ મુલૈકાત થઇ રહી છે. દરેકનો હાલચાલ પૂછવામાં આવ્યો છે. આ વખતે સંસદનું સત્ર ખાસ વાતાવરણમાં છે. કોરોના પણ છે અને ફરજ પણ છે. સૌને તે માટે અભિનંદન. સંસદનાં કામકાજ પર કોરોનાની અસર પર બોલતા તેમણે કહ્યું કે, કોરોનાને કારણે બજેટ સત્ર સમય પહેલા અટકાવવું પડ્યું. સમય બદલવો પડ્યો. આ સત્રમાં ઘણા મહત્વનાં નિર્ણયો લેવાના છે. ઘણા વિષયો પર ચર્ચા થવાની છે, વધુ ચર્ચાથી દેશને ફાયદો થાય છે. આ મહાન પરંપરામાં વેલ્યૂ એડિશન કરીશું. પીએમ મોદીએ કહ્યું કે, દરેકને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. વિશ્વમાં દરેક સંકટથી નિકળવાની ક્ષમતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.