National/ સંસદમાં આજનો દિવસ ભારે હોબાળો થવાની સંભાવના, કોંગ્રેસે રાજ્યસભામાં ખેડૂતો મુદ્દે ચર્ચા કરવાની માગ કરી | ખેડૂત નેતા અને સરકાર વચ્ચે આજે વધુ એકવાર વાતચીતની સંભાવના, જો કે ખેડૂત નેતાઓની કેટલીક શરતોને લઈને વાતચીત કદાચ ટળી પણ શકે | સુપ્રીમ કોર્ટમાં ફરીથી પહેલાંની જેમ જ સાક્ષાત સુનાવણી શરૂ થશે, માનવામાં આવી રહ્યું છે કે 3થી 4 સપ્તાહમાં સુનાવણી ચાલુ કરાશે | ખેડૂત આંદોલન સમયે ભડકાઉ ટ્વીટ કરનારા એકાઉન્ટને ટ્વીટરે બ્લોક કર્યાં બાદ હવે ફરી અનબ્લોક કરી નાખ્યાં | કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે બેંગલુરુમાં તેજસ લાઈટ કોમ્બેટ પ્લેનના પ્લાન્ટને ખુલ્લો મુકશે, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ આ પ્લેન બનાવી રહ્યું છે | પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા માટે આજે પંજાબમાં ઓલ પાર્ટી મીટનું આયોજન કર્યું, પંજાબ સરકાર આ મિટીંગ બાદ મોટું એલાન કરી શકે

Breaking News