Not Set/ સમાધાનની ફોર્મ્યુલા ફ્લોપ ? રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીનો મામલો ફરી ગરમાયો

રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીનો મામલો ફરી ગરમાયો હોવનું સામે આવી રહ્યું છે. જી હા ફરી એક વખત ભાજપનાં જ બે જૂથ એટલે કે રાજકોટનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી જૂથ અને સંધનાં વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા જૂથ આમને -સામને જોવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બહુચર્ચીત અને આબરુનો સવાલ સમી રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી […]

Gujarat Rajkot
e6b11d9311854ef3953795c5557d3624 1 સમાધાનની ફોર્મ્યુલા ફ્લોપ ? રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીનો મામલો ફરી ગરમાયો

રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીનો મામલો ફરી ગરમાયો હોવનું સામે આવી રહ્યું છે. જી હા ફરી એક વખત ભાજપનાં જ બે જૂથ એટલે કે રાજકોટનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી જૂથ અને સંધનાં વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા જૂથ આમને -સામને જોવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બહુચર્ચીત અને આબરુનો સવાલ સમી રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની મધ્યસ્થી થી 16 બેઠકોમાં 11 ઢાંકેચા જૂથને અને 5 રૈયાણી જૂથને આપવાની સમાધાનની ફોર્મ્યુલાને કારણે એક સમયે ઘી નાં ઠામમાં ઘી પડી ગયાનું લાગી રહ્યું હતું. 

16 બેઠક પર બન્ને જૂથ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું, પરંતુ ખાંભા, હડમતિયા અને રૈયા બેઠક પર સામસામે ફોર્મ ભરાયા હતા અને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પરત ન ખેંચાયા હોવાનાં કારણે ફરી એક વખત રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીમાં ગરમાગરમીનું ભૂત ઘૂણ્યું છે. 

રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંધની ચૂંટણીમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંધનાં વર્તમાન ચેરમેન નીતિન ઢાંકેચા જૂથે પોતાના 5 સભ્યોને પ્રવાસે મોકલ્યાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યુ છે. બનેં જૂથો એકમેકને ભરી પીવાની કોશિશમાં ફરી જોવામાં આવતા રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંધની ચૂંટણી આ વખતે અલગ જ રાજકીય રંગ જોવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews