Not Set/ સલમાન ખાને શેર કર્યો વર્કઆઉટનો ફોટો, જાણો કેમ ચાહકો થયા ગુસ્સે

બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાને તાજેતરમાં જ જીમ વર્કઆઉટ દરમિયાન પોતાનો એક ફોટો શેર કર્યો છે. ફોટામાં સલમાન જીમમાં શર્ટલેસ બેઠેલા જોવા મળી રહ્યા છે અને તેમની પાછળ જીમના તમામ સાધનો નજરે પડે છે. સલમાન હાથમાં સેલફોન લઈને કંઈક કરતા જોવા મળી રહ્યા છે. તસ્વીરના કેપ્શનમાં સલમાને લખ્યું, “બસ હાલ જ વર્કઆઉટ પૂર્ણ કર્યું. View […]

Uncategorized
56ce400bfff4a88ede878aa496e573c1 સલમાન ખાને શેર કર્યો વર્કઆઉટનો ફોટો, જાણો કેમ ચાહકો થયા ગુસ્સે

બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાને તાજેતરમાં જ જીમ વર્કઆઉટ દરમિયાન પોતાનો એક ફોટો શેર કર્યો છે. ફોટામાં સલમાન જીમમાં શર્ટલેસ બેઠેલા જોવા મળી રહ્યા છે અને તેમની પાછળ જીમના તમામ સાધનો નજરે પડે છે. સલમાન હાથમાં સેલફોન લઈને કંઈક કરતા જોવા મળી રહ્યા છે.

તસ્વીરના કેપ્શનમાં સલમાને લખ્યું, “બસ હાલ જ વર્કઆઉટ પૂર્ણ કર્યું.

View this post on Instagram

Just finished working out ….

A post shared by Salman Khan (@beingsalmankhan) on

જણાવીએ કે સલમાન ખાનના ચાહકો સલમાનના ફોટો અને વિડીયોની રાહ જોતા હોય છે કે ક્યારે સલમાન ખાન તેમના સોશિયલ મીડિયા તેમના ફોટો અને વિડીયો શેર કરે. સામાન્ય રીતે સલમાન જ્યારે પણ ફોટો કે વિડીયો શેર કરે છે ત્યારે ચાહકો સલમાન ખાનની પ્રશંસા કરતા થકતા નથી, પરંતુ આ વખતે સલમાન ખાને તેમનો જીમ વર્કઆઉટ ફોટો શેર કર્યો ત્યારે ચાહકોએ સલમાન ખાનની પ્રશંસા કરવાના બદલે સલમાન ખાન નફરત અને ગુસ્સો કરતા જોવા મળી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સે કોમેન્ટ બોક્સમાં સલમાન ખાન વિશે ઘણી ખરી-ખોટી વાતો લખી છે.

એક યુઝરે લખ્યું, “આ વખતે તમે બચી શકશો નહીં. ઉપરનો વાળો તમને જોઈ રહ્યો છે.” બીજા યુઝરે લખ્યું, “… અને મેં તમને હાલ જ અનફોલો કરવાનું કામ પૂરું કર્યું છે.” એક યુઝરે સલમાન માટે ગુસ્સાથી લખ્યું કે તેણે ઘણા લોકોની કારકિર્દીનો નાશ કર્યો. એક યુઝરે લખ્યું છે કે કેટલાક ભિખારીઓ હજી પણ કામ મેળવવા માટે તેમની પ્રશંસા કરશે.

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં ભત્રીજાવાદ અને ભેદભાવ અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. સુશાંત આત્મહત્યા કેસની તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે તે છેલ્લા 6 મહિનાથી ખૂબ જ ડિપ્રેશનમાં હતો અને પોર્ટમોર્ટમ રિપોર્ટમાં તેના મોતનું કારણ ગૂંગળામણ કહેવામાં આવ્યું છે. સુશાંતના અવસાન બાદથી બોલિવૂડના મોટા સ્ટાર્સ ઘણાં ટ્રોલ થતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.