Not Set/ સાઉદી અરબના રાજકુંવરનુ દુર્ઘટનામાં મોત

સાઉદી અરબના રાજકુંવર હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. રાજકુંવર અન્ય અધિકારી સાથે હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે યમનની સીમા પાસે તૂટી પડ્યું હતું.મીડિયા અહેવાલ મુજબ અસીર પ્રાંતના ડેપ્યુટી ગવર્નર અને પૂર્વ ક્રાઉન પ્રિન્સના પુત્ર પ્રિન્સ મંસૂર બિન મોકરેન આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. મીડિયા અહેવાલમાં દુર્ઘટનાના કારણો અને અન્ય અધિકારીઓ વિશે માહિતી આપવામાં આવી નથી. […]

World
575360 સાઉદી અરબના રાજકુંવરનુ દુર્ઘટનામાં મોત

સાઉદી અરબના રાજકુંવર હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. રાજકુંવર અન્ય અધિકારી સાથે હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા ત્યારે યમનની સીમા પાસે તૂટી પડ્યું હતું.મીડિયા અહેવાલ મુજબ અસીર પ્રાંતના ડેપ્યુટી ગવર્નર અને પૂર્વ ક્રાઉન પ્રિન્સના પુત્ર પ્રિન્સ મંસૂર બિન મોકરેન આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. મીડિયા અહેવાલમાં દુર્ઘટનાના કારણો અને અન્ય અધિકારીઓ વિશે માહિતી આપવામાં આવી નથી. સાઉદી અરબમાં ટોચના સ્તરે ભારે ઉથલપાથલ મચી છે અને પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સત્તા પરની તેમની પક્કડ મજબુત બનાવી રહ્યા છે તેવા સમયે આ દુર્ઘટના સર્જાઈ છે.ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને અગાઉથી જ અઘોષિત શાસક માનવામાં આવે છે. તેઓ સરકારમાં સંરક્ષણથી લઈ આર્થિક બાબતો પર અંકુશ ધરાવે છે. તેઓ તેમના 81 વર્ષના પિતા કિંગ સલમાન પાસેથી સત્તા પ્રાપ્ત કરવા અગાઉ આંતરિક બળવાને કચડી નાખવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.હેલિકોપ્ટર દુર્ઘટના અગાઉ સાઉદી અરબમાં યમનના બળવાખોરોએ મિસાઈલ હુમલો કર્યો હતો, પરંતુ રિયાધના ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે આ મિસાઈલ તોડી પાડવામાં આવી હતી