Not Set/ સાણદ બંધના એલાનને લઇને ઠાકોર સેનામાં મતભેદ, બંધ પરત લીધા બાદ ફરિ યથાવત કરવામાં આવ્યુ

અમદાવાદઃ ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશ ઠાકોરે શાંતિ જવાઇ રહે તે માટે સાણંદ બંધના એલાનને પરત ખેંચ્યું હતું. પરંતુ નાટકીય રીતે રમેશ ઠાકોરે યુ-ટર્ન લીધો હતો અને સાણંદ બંધને યથાવત રાખવાનું નિવેદન આપ્યું હતું. આ વાતથી ઠાકોર સેનામાં મતભેદ હોવાની સામે આવ્યું છે. રમેશ ઠાકોરે આ નિવેદન અલ્પેશ ઠાકોરને પુછ્યા વગર આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ […]

Uncategorized
3 1487060422 સાણદ બંધના એલાનને લઇને ઠાકોર સેનામાં મતભેદ, બંધ પરત લીધા બાદ ફરિ યથાવત કરવામાં આવ્યુ

અમદાવાદઃ ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશ ઠાકોરે શાંતિ જવાઇ રહે તે માટે સાણંદ બંધના એલાનને પરત ખેંચ્યું હતું. પરંતુ નાટકીય રીતે રમેશ ઠાકોરે યુ-ટર્ન લીધો હતો અને સાણંદ બંધને યથાવત રાખવાનું નિવેદન આપ્યું હતું. આ વાતથી ઠાકોર સેનામાં મતભેદ હોવાની સામે આવ્યું છે. રમેશ ઠાકોરે આ નિવેદન અલ્પેશ ઠાકોરને પુછ્યા વગર આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ અલ્પશ ઠાકોરે બંધ યથાવત હોવાનું જણાવ્યું હતું

સાણંદમાં ખેડૂતો પર કરવામાં આવેલી લાઠીચાર્જને લીધે અલ્પેશ ઠાકોર દ્વારા આણંદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને આજે મોળો પ્રતિશાદ મળ્યો હતો. આણંદમાં નિયમિત ક્રમમાં લોકો કામે વળગી પડ્યા હતા. ઓબીસી એક્તા મંચના સભ્યો જ્યારે બંધ પાળવા માટે આવ્યા ત્યારે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

એક બાજુ રાજ્ય સરકાર ખેડૂતોની સાથે હોવાનો દાવો કરી રહી છે. અન બીજી તરફ પોલીસ દ્વારા  ખેડૂતો પર પાણી મામલે દમન ગુજરવામાં આવી રહ્યું છે. આણંદમાં 30 જેટલા ગામના ખેડૂતોએ નર્મદાના પાણીની માંગ સાથે રેલી કાઢવામાં આવી હતી. અને વધુ માંગ માટે ખેડૂતો જ્યારે ગાંધીનગર જઇ રહ્યા હતા ત્યારે તેમને રેથડ ગામ પાસે તેમને અટકાવવામાં આવ્યા હતા. પોલીસ નિર્દય અન દમનકારી વલણને લીધે જગતનો તાત પર લાઠીઓ વર્ષાવીને 10 જેટલા ખેડૂતોને ઇજા પહોંચાડી હતી.