સાબરકાંઠા જીલ્લામાં ગઇ મોડી સાંજ થી તીડ આવી પહોંચ્યા હતા. તીડ આવવાને લઇને સ્થાનિક ખેડુતોમાં ચિતા વર્તાઇ હતી. તો બીજી તરફ તીડ પર નિયંત્રણ મેળવવા માટે થઇને ખેતીવાડી વિભાગે પણ વહેલી પરોઢ થી પ્રયાસો હાથ ધર્યા હતા. ઇડર અને હિંમતનગર તાલુકામાં તીડ નુ આક્રમણ જોવા મળ્યુ હતુ
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના સાંચોદર અને ઇડર તાલુકાના લાલપુર અને અરોડા વિસ્તારમાં તીડે આક્રમણ કર્યુ હતુ. તીડના મોટા પ્રમાણમાં ઝુંડ આવી પહોંચતા સ્થાનિક ખેડુતોમાં પણ ચિંતા વ્યાપી હતી. વિસ્તારમાં ઉનાળુ પાક અને ચોમાસાની શરુઆતના વાવેતર ઉપરાંત પશુઓ માટેના ચારા પર તીડના આક્રમણની સંભાવનાને લઇ ખેડુતો ચિંતામાં મુકાયા હતા. તીડના મોટા પ્રમાણમાં આવેલા ઝુંડ પાંચ થી સાત કીલોમીટર વિસ્તારમાં ફેલાયેલા જોવા મળ્યા હતા. ઇડર અને હિંમતનગર તાલુકાના ત્રણેક ગામોમાં તીડના ઝુંડ હોવાને લઇને ગઇ રાત્રી થી જ જિલ્લા ના ખેતીવાડી વિભાગ દ્રારા તેના નિયંત્રણ માટે કાર્યવાહી હાથ ધરી. વહેલી પરોઢ થી જ આ માટે દવાનો છંટકાવ કરવાની શરુઆત કરવામાં આવી હતી
ખેડુતો પણ તીડ પર નિયંત્રણ મેળવવા માટે અને તીડને પોતાના વિસ્તારમાંથી ભગાડવા માટે થઇને ખેતીવાડી વિભાગ અને તીડ નિયંત્રક ટીમોની સાથે જોડાયા હતા અને પોતાના ટ્રેકટરો સાથે ખેડુતો પણ દવાના છંટકાવ માટે જોડાયા હતા. ખેડુતો ને પણ પોતાના વિસ્તારની હરીયાળી અને પશુઓના ચારા તેમજ પાકને સુરક્ષીત રાખાની ચિંતાને લઇને તીડ નિયંત્રણ માટે કાર્યવાહીમાં જોડાયા હતા. તીડને નિયંત્રણ કરવા માટે સ્થાનિક ખેતીવાડી વિભાગે દવા છંટકાવ કરવા માટે આઠ પંપ અને તીડ નિયંત્રક વિભાગ ના કેન્દ્ર સરકારના બે પંપ ટીમો મળીને દેશેક જેટલી ટીમોએ વિસ્તારમાં દવાનો છંટકાવ હાથ ધર્યો હતો. જોકે તીડ તડકો શરુ થતા જ ઉડવા લાગ્યા હતા અને તીડ આગળ વધવા લાગ્યા હતા.
સાબરકાંઠા જીલ્લામાં થી તીડ વિજયનગર તાલુકા તરફ જઇ શકે છે અને તે માટે પણ સાવચેતી દાખવવા માટે ની સુચના જીલ્લા કલેકટર દ્રારા આપવામાં આવી છે. જીલ્લા કલેકટર દ્રારા તીડ પ્રભાવિત વિસ્તારના ગામડાઓની પણ મુલાકાત લેવામાં આવી હતી અને તીડ ની ગતી અને દીશા પર સતત નજર રાખવામાં આવી રહી છે. તીડને નિયંત્રણ માટે લોકોને પણ સાવચેતી દાખવવા માટે અપિલ કરવામાં આવી હતી
રિપોર્ટર – સુરેશ થોરી, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા……….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
