Not Set/ સિંગર એસપી બાલાસુબ્રામિયનને થયો કોરોના, હોસ્પિટલમાં થયા એડમિટ

પ્રખ્યાત સિંગર એસપી બાલાસુબ્રામિયનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે પોતે આ વાતની પુષ્ટિ આપી છે કે કોવિડ 19 ના હળવા લક્ષણોને કારણે કોરોના ટેસ્ટ કરાવ્યા પછી તેમનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સિંગરે જણાવ્યું કે તેમને તાવ ઓછો થયો છે, પરંતુ તેમણે હજુ પણ કોલ્ડ છે. તેમણે કહ્યું કે તે સારા […]

Uncategorized
81265bc230f12f477d814d032fe760c2 સિંગર એસપી બાલાસુબ્રામિયનને થયો કોરોના, હોસ્પિટલમાં થયા એડમિટ

પ્રખ્યાત સિંગર એસપી બાલાસુબ્રામિયનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે પોતે આ વાતની પુષ્ટિ આપી છે કે કોવિડ 19 ના હળવા લક્ષણોને કારણે કોરોના ટેસ્ટ કરાવ્યા પછી તેમનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

સિંગરે જણાવ્યું કે તેમને તાવ ઓછો થયો છે, પરંતુ તેમણે હજુ પણ કોલ્ડ છે. તેમણે કહ્યું કે તે સારા હાથમાં છે અને ડોક્ટરો તેમની સારી સંભાળ લઈ રહ્યા છે.

એસપી બાલાસુબ્રમણ્યમે તેના મિત્રોને વિનંતી કરી છે કે તેઓ તેમને ફોન ન કરે, કેમ કે તે સંપૂર્ણ રીતે સારા છે અને પૂરો વિશ્વાસ છે કે જલ્દીથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

 તેમણે વીડિયોમાં કહ્યું, “મને બે-ત્રણ દિવસથી થોડી અસુવિધા થઇ રહી હતી. મને શરદી અને તાવ પણ હતો. મારે તેને હળવાશથી લેવાની ઇચ્છા નહોતી, તેથી હું તેની તપાસ કરાવવા માટે હોસ્પિટલમાં ગયો. ડોક્ટરે કહ્યું કે આ કોરોનાના હળવા લક્ષણો છે મને ઘરે રહેવાની અને દવાઓ ખાવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ મને હોસ્પિટલમાં દાખલ થવું વધુ સારું લાગ્યું, કારણ કે હું મારા પરિવારની ચિંતા કરતો હતો. તેથી હું હોસ્પિટલમાં છું. મારા બધા મિત્રો અહીં છે. મારી તબિયત સારી છે. કોઈને પણ મારી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું સારા હાથમાં છું. મારે આરામ કરવો છે, તેથી કોઈ અશાંતિ નથી ઈચ્છતો. ”

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.