પાટણ જીલ્લાનાં સિદ્ધપુરનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કોરોનાને લઇને નવતર માંગ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. પત્રમાં સિદ્ધપુરનાં ધારાસભ્ય દ્વારા કોરોનાનાં સંદર્ભમાં જે માંગ કરવામાં આવી છે તે, ગુજરાતમાં સૌ પ્રથમવાર ધારસભ્ય દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવી અનોખી માંગ સમાન છે.
જી હા, સિદ્ધપુરનાં ધારાસભ્ય દ્વારા જીલ્લાની ધારપુર હોસ્પિટલમાં આવેલ કોરોના વોર્ડનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીનાં પરિવારજનો વોર્ડ બહાર પોતાના પરિવાર જનોને નિહાળી શકે તે માટે આવી માંગ કરવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધારપુર હોસ્પિટલમાં કોરોનાના દર્દીની પરિસ્થિતિ અને ડૉક્ટરી સારવારની પણ પરિવાર જનોને માહિતી મળી શકે તે માટે કોરોના વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવી તેના પ્રીવ્યું પરિવારને જોવા મળે તેવી માંગ કરવામાં આવી છે.
ધારપુર હોસ્પિટલનાં કોવિડ આઇસોલેસન વોર્ડમાં ચિંતા જનક રીતે મોતના આંકડા વધતા આવી માંદ કરવામાં આવી હોવાની વાત વિદિત છે, ત્યારે માંગ જો કે અનોખી અને ગુજરાતમાં પહેલી વખત આ રીતની માંદ કરવામાં આવી છે, પરંતુ આમ જો કરવામાં આવે તો કોરોનાનાં દર્દીઓની સારવારમાં અને સરકારી તંત્ર અને હોસ્પિટલો દ્વારા ઘણી જગ્યાએ થઇ જતા બેજવાબદાર વર્તનમાં ઘણો સુધારો આવી શકે તેવી લોકોમાં લાગણી જોવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
