Not Set/ સુપ્રિમનો કેન્દ્રને સવાલ શું સગીર વયની પત્ની સાથે સેક્સ સંબંધ પર પોસ્કો લાગી શકે ખરો?

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને સિધો સવાલ કર્યો હતો કે, સગીર વયની પત્નીસાથે સેક્સ સંબંધ બાંધવાથી પોસ્કોનો ગુનો લાગી શકે કે નહી? ભારતીય કાયદા પ્રમાણે 18 વર્ષ કરતા નાની પત્ની સાથે સેક્સ માણવુ એ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્યુઅલ ઓફેન્સ એટલે કે પોસ્કો હેઠળ શારીરિક હુમલો ગણાય કે નહી, કેમ કે આ અંગે વિરોધાભાસ […]

India
supremecourt kEeB સુપ્રિમનો કેન્દ્રને સવાલ શું સગીર વયની પત્ની સાથે સેક્સ સંબંધ પર પોસ્કો લાગી શકે ખરો?

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને સિધો સવાલ કર્યો હતો કે, સગીર વયની પત્નીસાથે સેક્સ સંબંધ બાંધવાથી પોસ્કોનો ગુનો લાગી શકે કે નહી? ભારતીય કાયદા પ્રમાણે 18 વર્ષ કરતા નાની પત્ની સાથે સેક્સ માણવુ એ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્યુઅલ ઓફેન્સ એટલે કે પોસ્કો હેઠળ શારીરિક હુમલો ગણાય કે નહી, કેમ કે આ અંગે વિરોધાભાસ નિયમ છે કારણ કે, નિયમ મુજબ એ બળાત્કાર નથી એમ સુપ્રિમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર સમક્ષ સવાલ મૂક્યો હતો.IPCની કલમ 375 મુજબ 15 વર્ષથી નીચેની પત્ની સાથે સહશયન એ બળાત્કાર નથી.

પોસ્કોની કલમ ૫ (એન) મુજબ, ૧૮ વર્ષ કરતાં ઓછી વયની વ્યક્તિ સાથે સહશયન એ બળજબરીથી કરવામાં આવેલ બળાત્કાર ગણાય જેમાં દંડની જોગવાઇ છે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરના નેતૃત્વ હેઠળની બેન્ચે બચપન બચાવ નામની સંસ્થા દ્વારા નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી એ ઉજાગર કરેલી વાતમાં કેન્દ્ર સરકારને તેમની રજૂઆત  વિચારણા કરવા અને ચાર મહિનામાં જવાબ આપવા કહેવામાં આવ્યું હતું.

જસ્ટિસ એન.વાય. રામન્ના અને ડી.વાય. ચંદ્રચુડને સમાવતી બેન્ચે મહિલા અને બાળ વિકાસ  મંત્રાલયને  તેમની રજૂઆત પર વિચારણા કરવા કહેવામાં આવ્યું હતું અને આ બાબતનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવા પણ સુચન કરવામાં આવ્યું હતું.