Not Set/ સુરતના પડઘા અમદાવાદમાં કાપડ બજાર સજ્જડ બંધ

સુરત શહેરના કાપડના વેપારીઓ પર જીએસટી વિરુદ્ધની રેલીમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો, જેના વિરોધમાં આજે શહેરનાં તમામ કાપડનાં માર્કેટો સજ્જડ બંધ રહ્યાં હતાં તથા સુરતના કાપડના વેપારીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જ તથા દમનને સખત શબ્દોમાં વખોડી કઢાયાં હતાં.સરકારે કાપડ પર પાંચ ટકા જીએસટી લાદયો છે, જેના વિરોધમાં શહેર સહિત સુરતના કાપડના વેપારીઓ છેલ્લા એક […]

Uncategorized

સુરત શહેરના કાપડના વેપારીઓ પર જીએસટી વિરુદ્ધની રેલીમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો, જેના વિરોધમાં આજે શહેરનાં તમામ કાપડનાં માર્કેટો સજ્જડ બંધ રહ્યાં હતાં તથા સુરતના કાપડના વેપારીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જ તથા દમનને સખત શબ્દોમાં વખોડી કઢાયાં હતાં.સરકારે કાપડ પર પાંચ ટકા જીએસટી લાદયો છે, જેના વિરોધમાં શહેર સહિત સુરતના કાપડના વેપારીઓ છેલ્લા એક મહિનાથી એક યા બીજા સ્વરૂપે વિરોધ કરી રહ્યા છે. વેપારી અગ્રણીઓએ સરકારમાં તથા કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેક્સમાં રાહત આપવાની સાથેસાથે કાયદામાં જોવા મળી રહેલી વિસંગતતા તથા જીએસટીનો કાપડ પરનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવા માગ કરવામાં આવી છે, પરંતુ તમામ સ્તરે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તથા વેપારીઓની માગ અંગે કોઇ રાહત નહીં મળતાં વેપારીઓનો આક્રોશ વધી રહ્યો છે. ગઇ કાલે સુરત શહેરના કાપડના વેપારીઓ વિરોધ કરી રહ્યા હતા, જે સંદર્ભે કેટલાક તત્ત્વો દ્વારા કાંકરીચાળો કરાતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેનો સુરત, અમદાવાદ સહિત મુંબઇ, કોલકાતા, ચેન્નઇનાં મોટા કાપડ બજારમાં પડઘો પડ્યો છે.પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં આજે શહેરનાં તમામ કાપડ બજારો સજ્જડ બંધ રહ્યાં છે તથા કાપડ અસોસિએશનના અગ્રણીઓ તથા કાપડના મહાજનોએ પોલીસના આ દમન અંગે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આ અંગે મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતે જણાવ્યું કે સુરતના વેપારીઓ શાંતિથી જીએસટીનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેના પર દમન કર્યું છે, જેનો શહેરનું કાપડ બજાર વિરોધ કરે છે. આજે સુરતના પોલીસના દમનના વિરોધમાં શહેરનાં તમામ કાપડ બજારે બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે.