Not Set/ સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને કોરોનાનાં કારણે ડબલ ફટકો, વેપારીઓના 1000 કરોડ ફસાયા

કોરોનાએ આમતો ગુજરાતભર પર કહેર જ કહેર વહેર્યો છે, પરંતુ કોરોનાની સૌથી વધુ માઠી અસરો ગુજરાતનાં સુરતમાં જોવામાં આવી રહી છે. કોરોનાએ સુરતનાં બેકાબુ સંક્રમણ અને સતત વધતા મોતનાં આંકડાએ સુરતની ચમકને બદસુરતીમાં પલટાવી નાખ્યાની વાત તો વિદિત છે જ. સાથે સાથે સુરત જે બા ઉદ્યોગો માટે વિશ્વ પ્રસિદ્ધ છે તે બને માથે મરણ તોલ ફટકો પણ પડ્યો […]

Gujarat Surat

કોરોનાએ આમતો ગુજરાતભર પર કહેર જ કહેર વહેર્યો છે, પરંતુ કોરોનાની સૌથી વધુ માઠી અસરો ગુજરાતનાં સુરતમાં જોવામાં આવી રહી છે. કોરોનાએ સુરતનાં બેકાબુ સંક્રમણ અને સતત વધતા મોતનાં આંકડાએ સુરતની ચમકને બદસુરતીમાં પલટાવી નાખ્યાની વાત તો વિદિત છે જ.

સાથે સાથે સુરત જે બા ઉદ્યોગો માટે વિશ્વ પ્રસિદ્ધ છે તે બને માથે મરણ તોલ ફટકો પણ પડ્યો છે. હીરા અને કાપડ ઉદ્યોગની કરોડ રજ્જૂ ગણાતા કારીગરો સુરતમાથી મોટા પ્રમાણમા હીજરત કરી ગયા – સાથે જ કોરોનાનાં કારણે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય બજારમાં બનેં ક્ષેત્રમાં મંદીનો માહોલ જેવી અનેક બાબતોએ પણ અસર કરી છે. હાલ માઠી દશામાં વધુ વધારો કરતી વિગતો સામે આવી રહી છે.

જી હા, ખરાબ સ્થિતિ હોય અને ત્યાર વધુ ખરાબ સ્થિતિ ઉદ્દભવે ત્યારે કહેવાય છે ને કે  100 ભેગી બીજી 50, તેવી જ રીતે સુરત માટે પણ આવુ જ બનતુ જોવામાં આવી રહ્યું છે. જી હા, સુરતના ટેક્સટાઇલ વેપારીઓના નાણાં ફસાયા હોવાની વિગતોથી બજારમાં સોપોં પડી ગયો છે.

બીલકુલ સુરતનાં કાપડનાં વેપારીઓનાં અધધધ 1000 કરોડથી વધુ નાણાં સલવાયા છે. લોકડાઉન બાદ પેમેન્ટ ન આવતા વેપારીઓની હાલત કફોડી જોવામાં આવી રહી છે. કોરોનાનાં કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલ તમામ પ્રદેશોની પરપ્રાંતની પેઢીઓ તરફેથી પેમેન્ટ છુટા થતા નથી. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને કારણે ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝને મોટુ નુકશાન થયું છે. માર્કેટમાં ડિમાન્ડ વધી પરંતુ પેમેન્ટ ન આવતા વેપારી દુવિધામાં છે કે કરવું તો કરવું શું…?? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews