Not Set/ સુરતમાં બેકાબુ કોરોનાનાં કારણે લોકોમાં ફફડાટ, અત્યાર સુધીમાં નોંધાયા છે 7582 કેસ…

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ને વધુ વધ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર સુરતમાં અત્યાર સુધીમાં 7582 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં 6525 કેસ નોંધાયા છે. તો ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 1057 કોરોનાનાં કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં કોરોનાથી 296 દર્દીઓના નિપજ્યા મોત છે. સુરત સિટીમાં 261 દર્દીઓના મોત નિપજ્યા છે. ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 32 દર્દીના નિપજ્યા મોત […]

Gujarat Surat
4aaec959497fc468d1955470376b04ba 1 સુરતમાં બેકાબુ કોરોનાનાં કારણે લોકોમાં ફફડાટ, અત્યાર સુધીમાં નોંધાયા છે 7582 કેસ...

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ ને વધુ વધ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર સુરતમાં અત્યાર સુધીમાં 7582 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં 6525 કેસ નોંધાયા છે. તો ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 1057 કોરોનાનાં કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં કોરોનાથી 296 દર્દીઓના નિપજ્યા મોત છે. સુરત સિટીમાં 261 દર્દીઓના મોત નિપજ્યા છે. ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 32 દર્દીના નિપજ્યા મોત છે. સુરત શહેર અને જિલ્લામાં હાલ 2798 એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધી 4488 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 

શહેર અને જિલ્લામાં વધતા કેસથી આરોગ્ય તંત્ર મુંઝાયું હોવાનુ સામે આવી રહ્યું છે. રાજ્ય આરોગ્ય સચિવ પણ પાછલા ઘણા દિવસથી સુરતમા ઘામા નખીને બેઠા છે. કોરોનાને કાબુમાં કેવી રીતે લેવું એ એક મોટો પ્રશ્ન થતો જોવામાં આવી રહ્યો છે. તમામ લોકો કોરોના સામે જંગમા જોતરાયા હોવાનું વિદિત છે. હીરા ઉદ્યોગ – ટેક્સટાઇ ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગો અને દુકાનો સહિતના એસોસિએશન દ્વારા પોતાની રીતે કોરોના સામેની લડત પણ લડવામા આવી રહી છે. તમામ હકીકતો વચ્ચે સુરતમા રોજ વધી રહેલા કેસને કારણે લોકોમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews