Not Set/ Video/ સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચાર’નું સોંગ રિલીઝ થતાની સાથે જ છવાયું

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની તેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના ટ્રેલરે સુશાંતના ચાહકોને ઈમોશનલ કરી લીધા હતા, જ્યારે ‘દિલ બેચારા’નું ટાઇટલ ટ્રેક હવે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સુશાંત સિંહનો ડાન્સ શાનદાર છે, જ્યારે સંજના સંઘી સાથેની તેની રોમેન્ટિક કેમિસ્ટ્રી બતાવવામાં આવી રહી છે. આ ગીતમાં એઆર […]

Entertainment
822ad1b7712d2241722b95dd4d7431c3 Video/ સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ 'દિલ બેચાર'નું સોંગ રિલીઝ થતાની સાથે જ છવાયું

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની તેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના ટ્રેલરે સુશાંતના ચાહકોને ઈમોશનલ કરી લીધા હતા, જ્યારે ‘દિલ બેચારા’નું ટાઇટલ ટ્રેક હવે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સુશાંત સિંહનો ડાન્સ શાનદાર છે, જ્યારે સંજના સંઘી સાથેની તેની રોમેન્ટિક કેમિસ્ટ્રી બતાવવામાં આવી રહી છે. આ ગીતમાં એઆર રહેમાને પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે ગીતના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યના છે.

‘દિલ બેચારા’ ટાઇટલ ટ્રેક 2 મિનિટ 43 સેકંડનું છે અને આ ગીતમાં સુશાંત સિંહ રાજપૂત સ્ટેજ પર પરફોર્મન્સ આપતો જોવા મળે છે. સુંદર છોકરીઓથી ઘેરાયેલા સુશાંત ખૂબ ઇન્પ્રેસ કરતા જોવા મળે છે. સંજના સંઘી પણ આ ગીતમાં સુશાંત સિંહ સાથે ડાન્સ કરતી જોવા મળી છે. ફિલ્મ દિગ્દર્શક મુકેશ છાબરાએ આ ગીત વિશે કહ્યું હતું કે ‘દિલ બેચારા’નું ટાઇટલ ટ્રેક મારું પ્રિય ટ્રેક છે. આ એ છેલ્લું ગીત છે જે સુશાંતે આ ફિલ્મનું શૂટ કર્યુ હતું.

ગીતની કોરિયોગ્રાફર ફરાહ ખાને કહ્યું કે, મેં પ્રથમ વખત સુશાંતને કોરિયોગ્રાફ કર્યો હતો. અમે લાંબા સમયથી મિત્રો હતા પણ સાથે ક્યારેય કામ કર્યું ન હતું. હું સુશાંતની ડાન્સિંગ સ્કિલ્સથી વાકેફ હતી. તે એકવાર અમારા રિયાલિટી શોમાં સેલિબ્રિટી જજ તરીકે આવ્યો હતો, જ્યાં તેણે સ્પર્ધકો કરતા વધારે સારો ડાન્સ કર્યો. ગીતને આટલું ઝડપથી પૂર્ણ કરવાને બદલે સુશાંત મને સ્વાદિષ્ટ ખોરાક ખાવાનું કહેતો, જે હું હંમેશાં તેના માટે લઈ આવતી. જ્યારે હું તે ગીત જોઉં છું ત્યારે મને લાગે છે કે સુશાંત તેમાં કેટલો આનંદ અનુભવે છે.

‘દિલ બેચારા’ 24 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. સુશાંત સિંહની આ છેલ્લી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. મુકેશ છાબરા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સંજના સંઘી સુશાંતની અપોજિટ જોવા મળશે. મુકેશ છાબરા આ ફિલ્મ સાથે દિગ્દર્શનની દિશામાં પોતાનું પહેલું પગલું ભરવા જઇ રહ્યા છે, જ્યારે સંજના સંઘી પણ તેની પહેલી ફિલ્મ બનાવી રહી છે. કેન્સરના દર્દીના જીવન પર આધારીત રોમેન્ટિક સાથેની આ ભાવનાત્મક ફિલ્મ છે.

‘દિલ બેચારા’ હોલીવુડની ફિલ્મ ‘ધ ફોલ્ટ ઇન આવર સ્ટાર’ની હિન્દી રિમેક છે. હવે જોવાનું એ છે કે સુશાંત સિંહની આ ફિલ્મ તેના ચાહકોને કેટલો ભાવુક કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.