Not Set/ વિકાસ દુબેના એન્કાઉન્ટર પર તાપસી પન્નુએ કર્યું ટ્વીટ, કહ્યું- આ ઉમ્મીદ તો બિલકુલ…

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સીઓ સહિત 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. લોકો અને બોલિવૂડ હસ્તીઓ સોશિયલ મીડિયા પર વિકાસ દુબેની એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ એન્કાઉન્ટર અંગે બોલિવૂડના ફિલ્મમેકરો કે અભિનેત્રીઓ બધા જ ટ્વીટ કરી રહ્યા છે. કોઈ વિકાસ દુબે […]

Uncategorized
69f40761cd4c03a67e6cce88d5377b73 વિકાસ દુબેના એન્કાઉન્ટર પર તાપસી પન્નુએ કર્યું ટ્વીટ, કહ્યું- આ ઉમ્મીદ તો બિલકુલ...

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સીઓ સહિત 8 પોલીસકર્મીની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. લોકો અને બોલિવૂડ હસ્તીઓ સોશિયલ મીડિયા પર વિકાસ દુબેની એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ એન્કાઉન્ટર અંગે બોલિવૂડના ફિલ્મમેકરો કે અભિનેત્રીઓ બધા જ ટ્વીટ કરી રહ્યા છે. કોઈ વિકાસ દુબે પર ફિલ્મ બનાવવાની વાત કરી રહ્યું છે, તો કોઈ એન્કાઉન્ટરને શરમજનક ગણાવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ગેંગસ્ટર વિકાસ દુબેની એન્કાઉન્ટર પર બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પણ ટ્વીટ કર્યું છે. તાપસી પન્નુએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘વાહ, આની અપેક્ષા જ નહોતી !! અને પછી લોકો કહે છે કે બોલિવૂડની વાર્તાઓ સત્યથી ઘણી દૂર હોય છે. તાપસી પન્નુના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

taapsee tweet વિકાસ દુબેના એન્કાઉન્ટર પર તાપસી પન્નુએ કર્યું ટ્વીટ, કહ્યું- આ ઉમ્મીદ તો બિલકુલ...

આપને જણાવી દઈએ કે કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેની ઉજ્જૈન જિલ્લાના મહાકાલ મંદિરથી ધરપકડ કરવામાં આવી હતી. પુજારી અને રક્ષકની ઓળખ બાદ મધ્યપ્રદેશ પોલીસે તેની ધરપકડ કરી હતી. મધ્યપ્રદેશ પોલીસે ગઈકાલે રાત્રે વિકાસ દુબેને ઉત્તર પ્રદેશ પોલીસને હવાલે કર્યો હતો.

યુપી એસટીએફની ટીમ કુખ્યાત ગુનેગાર વિકાસ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કાનપુર લાવી રહી હતી. આ દરમિયાન એસટીએફનું વાહન પલટી ખાઇ ગયું હતું. આ વાહનમાં વિકાસ દુબે પણ હાજર હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહન પલટાયા બાદ વિકાસએ એક તક જોઇને પોલીસકર્મીઓના હથિયારો છીનવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો અને તે આ દરમિયાન એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.