Not Set/ સુરત/ સિવિલ – સ્મિમેર હોસ્પિટલમાં દર્દીઓની હાલત ભય જનક રીતે ગંભીર, આંકડા તમને પણ ચોંકાવી દેશે…

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર ઓછો થતો જવાની વાત નોંધવામાં આવી રહી છે. પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીનાં હાલનાં સમયમાં સુરત અને સૌરાષ્ટ્રમાં કોરોનાનાં આંકડા બીહામણા જોવામાં આવી રહ્યા છે. કોરોનાના દર્દીની સુરતમાં હાલત ગંભીર કરતા પણ વિશેષ ખરાબ થતી જોવામાં આવી રહી છે. શહેરની હોસ્પિટલનાં આંકડા જોવામાં આવે તો ખચમચાવી દેનાર છે.  સુરતની સિવિલ અને સ્મિમેર […]

Gujarat Surat

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર ઓછો થતો જવાની વાત નોંધવામાં આવી રહી છે. પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીનાં હાલનાં સમયમાં સુરત અને સૌરાષ્ટ્રમાં કોરોનાનાં આંકડા બીહામણા જોવામાં આવી રહ્યા છે. કોરોનાના દર્દીની સુરતમાં હાલત ગંભીર કરતા પણ વિશેષ ખરાબ થતી જોવામાં આવી રહી છે. શહેરની હોસ્પિટલનાં આંકડા જોવામાં આવે તો ખચમચાવી દેનાર છે. 

સુરતની સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં 121 દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. જો વાત કરવામાં આવે સુરતની સિવિલ હોસ્પિટલની તો કુલ 125 પૈકી 78ની હાલત ગંભીર હોવાનુ જાણવામાં આવે છે. જેમા 8 વેન્ટિલેટર, 12 બાઈપેપ પર અને 55 દર્દી ઓક્સિજન ઉપર હોવાનું સામે આવે છે. 

સુરતની બીજી સૌથી મોટી હોસ્પિટલમાં પણ દર્દીઓની હાલત આવી જ ભય જનક જોવામાં આવી રહી છે. સુરતની સ્મિમેર હોસ્પિટલમાં 56 દર્દીઓ પૈકી 43 દર્દીઓ ગંભીર હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. 43 ગંભીર દર્દીઓ માંથી 6 વેન્ટિલેટર, 11 બાઇપેપ પર અને 26 દર્દી ઓક્સિજન પર હોવાનું જાણવામાં આવે છે. 

સુરતમાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવવાની સાથે સાથે સુરતમાં ડોક્ટરો પણ મોટા પ્રમાણમાં સંક્રમિત થયા હોવાનું સામે આવી રહ્યું છે. સિવિલની સાથે સાથે સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્મિમેરનો વોર્ડબોય, બેન્કના ઓફિસર પણ ચપેટમાં આવી ગયાનું વિદિત છે, સાથે જ પાલિકાના શિક્ષક, 3 ખાનગી શિક્ષક પોઝિટિવ નોંધવામાં આવ્યા છે. હીરાના 3 કારીગરો , ટેક્સટાઈલના 12 કર્મચારી સંક્રમિત હોવાનું પણ સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews