Not Set/ સુશાંતના પિતાનું પણ નિવેદન લેશે CBI, એક્ટરને દવા આપનારા ડોકટરોની પણ થશે પૂછપરછ

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈ બિહાર પોલીસને મળેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે, જેમાં બિહાર અને મુંબઇમાં કેસની ડાયરીઓ અને આશરે 10 સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. બિહાર પોલીસ દ્વારા તપાસમાં ભાગ લેનારા અધિકારીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. બિહાર પોલીસના 4 પોલીસકર્મીઓ લગભગ 10 […]

Uncategorized
f763538e952f069ae4ee49531ec15b03 સુશાંતના પિતાનું પણ નિવેદન લેશે CBI, એક્ટરને દવા આપનારા ડોકટરોની પણ થશે પૂછપરછ

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈ બિહાર પોલીસને મળેલા દસ્તાવેજોની તપાસ કરી રહી છે, જેમાં બિહાર અને મુંબઇમાં કેસની ડાયરીઓ અને આશરે 10 સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા.

બિહાર પોલીસ દ્વારા તપાસમાં ભાગ લેનારા અધિકારીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. બિહાર પોલીસના 4 પોલીસકર્મીઓ લગભગ 10 દિવસ માટે મુંબઈમાં હાજર હતા.

સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહનાં નિવેદનની સીબીઆઈ ફરીથી નોંધ કરશે. આવનારા સમયમાં સુત્રોના જણાવ્યા અનુસાર સુશાંતના પિતાના આક્ષેપોની પુરાવા સાથે ચકાસણી કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા મુજબ સુશાંતના પિતાએ આરોપ લગાવ્યો છે કે, ખોટી/ઓવરડોઝ દવાઓ આપતા હતા તે રીતની ચકાસણી કરવા માટે સુશાંતે આ દવાઓ સૂચવેલી છે કે નહીં તેની ચકાસણી માટે સીબીઆઈની ટીમ કન્સર્ન ડોકટરો સાથે વાત કરશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટને નજીકથી સમજવા માટે સીબીઆઈ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબના નિષ્ણાતોની પણ મદદ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.