Not Set/ સુશાંત કેસ/ કોરોના ટેસ્ટ બાદ શોવિક ચક્રવર્તીને કોર્ટમાં રજૂ કરશે NCB

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ પણ આ મામલે તપાસ શરૂ કરી હતી. એનસીબીને આ કેસ સંબંધિત કેટલાક નિર્ણાયક પુરાવા મળ્યા બાદ એજન્સીએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના મેનેજર સેમુઅલ મીરાંડની શુક્રવારે ધરપકડ કરી છે. શનિવારે એનસીબી શોવિક અને સેમુઅલને કોર્ટમાં રજૂ કરવા જઇ રહ્યું […]

Uncategorized
9d1127257685879f8f0572717dd0bd1f સુશાંત કેસ/ કોરોના ટેસ્ટ બાદ શોવિક ચક્રવર્તીને કોર્ટમાં રજૂ કરશે NCB

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ પણ આ મામલે તપાસ શરૂ કરી હતી. એનસીબીને આ કેસ સંબંધિત કેટલાક નિર્ણાયક પુરાવા મળ્યા બાદ એજન્સીએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના મેનેજર સેમુઅલ મીરાંડની શુક્રવારે ધરપકડ કરી છે.

શનિવારે એનસીબી શોવિક અને સેમુઅલને કોર્ટમાં રજૂ કરવા જઇ રહ્યું છે, બંનેને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા છે. કોર્ટમાં, એનસીબી શોવિક અને સેમુઅલના 4-6 દિવસના રિમાન્ડની માંગ કરશે. આ સિવાય આ કેસમાં ધરપકડ કરાયેલા ડ્રગ્સ પેડલર્સ ઝૈદ વિલત્રા અને કૈઝેન ઇબ્રાહિમને પણ તબીબી પરીક્ષણ માટે લઇ જવામાં આવ્યા છે. આ ચારેયનો કોરોના ટેસ્ટ પણ મુંબઇની સાયન હોસ્પિટલમાં કરવામાં આવશે.

એનસીબી દ્વારા શોવિક ચક્રવર્તી અને સેમુઅલ  મીરાંડની ધરપકડ બાદ હવે રિયા ચક્રવર્તી પર ધરપકડની તલવાર લટકી રહી છે એનસીબીએ શુક્રવારે લગભગ 8 કલાકની પૂછપરછ બાદ શોવિક ચક્રવર્તી અને મીરાંડની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : સુશાંત કહેતો હતો કે હવે જીવવાની ઇચ્છા નથી – ડોક્ટર દાવો

શનિવારે ડ્રગ્સના પેડલર્સ ઝૈદ વિલત્રા અને અબ્દુલ બાસીત પરિહારે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. એનસીબીની એક ટીમ સુશાંતના બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીના ઘરે કોઈપણ સમયે તપાસ માટે પહોંચી શકે છે, એવું માનવામાં આવે છે કે ટીમ આજે ગોરેગાંવમાં શ્રુતિ મોદીના ઘરે દરોડા પાડી શકે છે. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શ્રુતિ મોદીની પણ ધરપકડ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.