Not Set/ ભારત – ચીનની બેઠક બાદ કોંગ્રેસના MLA નો દાવો, ચીને કર્યું 5 ભારતીયોનું અપહરણ

ભારત અને ચીન વચ્ચેની સરહદ પર તણાવ ચાલી રહ્યું છે અને લશ્કરી અને રાજકીય સ્તરે તેને નિવારવા માટે સતત બેઠકોનો દોર ચાલુ છે. દરમિયાન, અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે શનિવારે એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લાના નાચોથી ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા 5 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ […]

Uncategorized
ff7f77c98025415da066e8e8457a8f27 1 ભારત - ચીનની બેઠક બાદ કોંગ્રેસના MLA નો દાવો, ચીને કર્યું 5 ભારતીયોનું અપહરણ

ભારત અને ચીન વચ્ચેની સરહદ પર તણાવ ચાલી રહ્યું છે અને લશ્કરી અને રાજકીય સ્તરે તેને નિવારવા માટે સતત બેઠકોનો દોર ચાલુ છે. દરમિયાન, અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે શનિવારે એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લાના નાચોથી ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા 5 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ લખ્યું છે કે આવી જ ઘટના થોડા મહિના પહેલા બની હતી. તેમણે પોતાની ટ્વિટમાં પીએમઓને ટેગ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નિનોંગ એરીંગે જણાવ્યું હતું કે, રાજ્યના ઉચ્ચ સુબનસિરી જિલ્લાના નાચો ગામમાંથી 5 લોકોનું ચીની સૈનિકોએ અપહરણ કર્યું હતું. આવી જ ઘટના 5 મહિના પહેલા બની હતી. તેમણે પીએમઓને ટેગ કરતાં કહ્યું છે કે પીએલએ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને યોગ્ય જવાબ આપવો જોઈએ. તેઓ જંગલમાં શિકાર કરવા જતા ચીની સૈનિકો દ્વારા અપહરણ કરાયા હતા.

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચીની સેના અને ભારતીય સૈન્ય વચ્ચે સંઘર્ષ ચાલુ છે. રશિયામાં શુક્રવારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીનના સંરક્ષણ પ્રધાન સાથે બે કલાકથી વધુ ચર્ચા કરી હતી. તાજેતરમાં જ ભારતે બીજી ડિજિટલ સ્ટ્રાઈક  દરમિયાન PUBG સહિત અન્ય અનેક ચીની મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ તેમ છતાં પણ ચીન તેની હરકતોથી બાજ નથી અવી રહ્યું.

આ વર્ષે 15 જૂને ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના એક કર્નલ સહિત 20 સૈનિકો શહીદ થયા હતા. જો કે લગભગ 80 ચીની સૈનિકો પણ માર્યા ગયા. ત્યારબાદ ચીની સૈનિકોએ એલએસીનું ઉલ્લંઘન કરતાં 29 અને 30 ઓગસ્ટના રોજ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ત્યારબાદથી ભારતીય અને ચીની સૈનિકો સામ-સામે જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.