Not Set/ સુશાંત કેસ/ ડ્રગ્સ કનેક્શનમાં નામ સામે આવ્યા બાદ પહેલીવાર ગૌરવ આર્યએ કરી કબૂલાત, રિયા સાથે થઇ હતી…

ડ્રગ્સ કનેક્શનમાં નામ સામે આવ્યા બાદ ગૌરવ આર્ય પહેલીવાર મીડિયા સામે આવ્યો છે. તેણે રિયા ચક્રવર્તી સાથે સંપર્ક હોવાની કબૂલાત કરી છે. જોકે, તેણે એમ પણ કહ્યું કે, તે ક્યારેય સુશાંત સિંહ રાજપૂતને મળ્યો નથી. આપને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીની ચેટ વાયરલ થઈ હતી, જેમાં તેણી ગૌરવ સાથે ડ્રગ્સ વિશે કથિત ચેટ કરી હતી. […]

Uncategorized
8e259a3bd48d5e6ec5638b5d78861c82 સુશાંત કેસ/ ડ્રગ્સ કનેક્શનમાં નામ સામે આવ્યા બાદ પહેલીવાર ગૌરવ આર્યએ કરી કબૂલાત, રિયા સાથે થઇ હતી...

ડ્રગ્સ કનેક્શનમાં નામ સામે આવ્યા બાદ ગૌરવ આર્ય પહેલીવાર મીડિયા સામે આવ્યો છે. તેણે રિયા ચક્રવર્તી સાથે સંપર્ક હોવાની કબૂલાત કરી છે. જોકે, તેણે એમ પણ કહ્યું કે, તે ક્યારેય સુશાંત સિંહ રાજપૂતને મળ્યો નથી. આપને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીની ચેટ વાયરલ થઈ હતી, જેમાં તેણી ગૌરવ સાથે ડ્રગ્સ વિશે કથિત ચેટ કરી હતી. આ પછી મામલા ગરમાયો હતો.

ગૌરવ આર્યએ કહ્યું, “મારો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. હું સુશાંત સિંહ રાજપૂતને ક્યારેય મળ્યો નથી. હું રિયાને 2017 માં મળ્યો હતો.”

જણાવીએ કે, મની લોન્ડરિંગ એંગલથી સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડીઆરઆઈ) એ સોમવારે ઉદ્યોગપતિ ગૌરવ આર્યને પૂછપરછ માટે બોલાવ્યો છે. તપાસ સાથે સંકળાયેલા ઇડીના એક ઉચ્ચ અધિકારીએ આઈએનએસને કહ્યું કે, અમે આર્યને અમારી મુંબઈની ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે દિવગંત અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના મોબાઇલ ફોન ચેટને જોઇને એજન્સીએ આ પગલું ભર્યું છે. ચેટમાં, બંને ડ્રગ્સ લેવાની વાત કરી રહ્યા હોવાના અહેવાલ છે.

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ રિયા, તેના ભાઇ શોવિક, આર્ય, રિયાના ટેલેન્ટ મેનેજર જયા શાહ અને અન્ય સામે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

ઇડીએ સુશાંતના પિતા કે.કે. સિંહની એફઆઈઆરના આધારે પર 31 જુલાઈએ રિયા અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.