Not Set/ સુશાંત કેસ/ રિયાએ કોર્ટમાં દાખલ કર્યું સોગંદનામું, કહ્યું, CBI તપાસથી ઇન્કાર નહીં

સુશાંત કેસમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. રિયાએ સુપ્રીમ કોર્ટ પાસે આ સોગંદનામામાં ઘણી વસ્તુઓની માંગ કરી છે. રિયાએ કહ્યું કે તે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસને નકારી રહી નથી પરંતુ સીબીઆઈની તપાસ સરકારના આદેશ પર નહીં પણ કોર્ટના આદેશ પર થવી જોઈએ. આ ઉપરાંત રિયાએ પોતાના સોગંદનામામાં એમ […]

Uncategorized
9a3605cd03fc195f779c903aa02fed57 સુશાંત કેસ/ રિયાએ કોર્ટમાં દાખલ કર્યું સોગંદનામું, કહ્યું, CBI તપાસથી ઇન્કાર નહીં

સુશાંત કેસમાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. રિયાએ સુપ્રીમ કોર્ટ પાસે આ સોગંદનામામાં ઘણી વસ્તુઓની માંગ કરી છે. રિયાએ કહ્યું કે તે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસને નકારી રહી નથી પરંતુ સીબીઆઈની તપાસ સરકારના આદેશ પર નહીં પણ કોર્ટના આદેશ પર થવી જોઈએ. આ ઉપરાંત રિયાએ પોતાના સોગંદનામામાં એમ પણ કહ્યું છે કે, સુશાંત કેસની તપાસ મુંબઈમાં જ થવી જોઈએ, રિયાએ પટનામાં સુશાંત કેસની તપાસ પર વાંધો ઉઠાવ્યો છે અને આ કેસની તપાસ મુંબઈમાં થવાની માંગ કરી છે. રિયાએ પોતાના સોગંદનામામાં એમ પણ કહ્યું છે કે સુશાંત કેસમાં મીડિયા ટ્રાયલ બંધ થવી જોઈએ અને મીડિયામાં ચાલી રહેલી સમાચારો બંધ કરવા જોઈએ.

અગાઉ, રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક અને પિતા ઇન્દ્રજિત ચક્રવર્તી સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુથી સંબંધિત મની લોન્ડરિંગ વિશે પૂછપરછ કરવા હાજર થયા હતા. તેમની પૂછપરછ બપોરે 12.15 વાગ્યે શરૂ થઈ હતી. શુક્રવારે ઇડીએ આ મામલામાં રિયા ચક્રવર્તી, તેના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી, સુશાંતના ઘરના મેનેજર સેમુઅલ મિરાંડાની પૂછપરછ કરી હતી. ઇડીએ પણ શૌવિકને શુક્રવારે આઠ કલાકથી વધુ અને શનિવારે 18 કલાકથી વધુ અને રવિવારની મોડી રાત સુધી પૂછપરછ કરી હતી.

આ પહેલીવાર છે જ્યારે ઈડીના મામલે રિયાના પિતા ઈન્દ્રજીતની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સીને ગેરકાયદેસર નાણાં વ્યવહારોની શંકા છે અને તપાસકર્તાઓને આ સમગ્ર કેસ અંગે સ્પષ્ટ તસ્વીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.