Not Set/ સુશાંત સિંહની આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસ એક્ટરની બેંક ડિટેલ અને નજીકના સંબંધીઓ અંગે શરુ કરી તપાસ

સુશાંત સિંહ રાજપૂત છેલ્લા 5 મહિનાથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા. મુંબઈની જાણીતી મનોચિકિત્સક સુશાંતની સારવાર કરી રહી હતી. સુશાંતની બહેને 5 દિવસ પહેલા તેની સાથે ફોન પર વાત કરી હતી. ત્યારે સુશાંતે કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી. સુશાંતની બહેન ગોરેગાંવથી બાંદ્રાના ઘરે આવી હતી અને 2 દિવસ રોકાઈ હતી. સુશાંતે ડિપ્રેશનની દવા […]

Uncategorized
13d34bae4ad91339ef099048334bdf81 સુશાંત સિંહની આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસ એક્ટરની બેંક ડિટેલ અને નજીકના સંબંધીઓ અંગે શરુ કરી તપાસ

સુશાંત સિંહ રાજપૂત છેલ્લા 5 મહિનાથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા. મુંબઈની જાણીતી મનોચિકિત્સક સુશાંતની સારવાર કરી રહી હતી. સુશાંતની બહેને 5 દિવસ પહેલા તેની સાથે ફોન પર વાત કરી હતી. ત્યારે સુશાંતે કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી. સુશાંતની બહેન ગોરેગાંવથી બાંદ્રાના ઘરે આવી હતી અને 2 દિવસ રોકાઈ હતી. સુશાંતે ડિપ્રેશનની દવા લેવાનું બંધ કરી દીધું હતું. મિત્ર અને કૂકે પોલીસને જણાવ્યું હતું કે સુશાંતનું વર્તન અસામાન્ય હતું અને તે ઘેરા તાણમાં હતો.

Sushant Singh Rajput was to get married in November, family ...

રાત્રે 3 વાગ્યે કર્યો હતો મિત્રને ફોન

સુશાંતનો મેનેજર સુશાંતનો ફોન પાસવર્ડ જાણતો હતો. ફોન ખોલ્યો ત્યારે છેલ્લો કોલ 3 વાગ્યાનો બતાવ્યો હતો. સુશાંતે તેના મિત્ર અને અભિનેતા મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો, પરંતુ મહેશે તેનો ફોન ઉપાડ્યો નહીં. મહેશે રવિવારે બપોરે 12 વાગ્યે ફોન કર્યો હતો, પરંતુ સુશાંતે ફોન ઉપાડ્યો નહીં. ત્યાં સુધીમાં સુશાંતનું મોત થઇ ચુક્યું હતું.

Sushant Singh Rajput died due to hanging, postmortem report ...

મુંબઇ પોલીસે આર્થિક સંકટ તરફ તપાસનો અવકાશ પણ રાખ્યો છે. સોમવારે સવારે સુશાંત સિંહ રાજપૂતની બેંક વિગતો મુંબઈ પોલીસને સોંપવામાં આવી હતી. તાજેતરના વ્યવહારમાં, બેંક સ્ટેટમેન્ટમાં કોઈ મોટું નુકસાન દર્શાવવામાં આવ્યું નથી.

અંગત સંબંધો સુધી પોલીસ કરી રહી છે તપાસ   

પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં નારકોટિક્સના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. એટલે કે સુશાંત પણ કોઈ પણ પ્રકારના નશોના પ્રભાવ હેઠળ નહોતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, સુશાંતનું મોત ગૂંગળામણના કારણે થયું હતું. સુશાંતના મહત્વપૂર્ણ અંગોને મુંબઇની જેજે હોસ્પિટલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

Here's how Sushant Singh Rajput slammed a website for posting fake ...

પોલીસ તપાસનો અવકાશ સુશાંત સિંહ રાજપૂતનાં અંગત સંબંધો અને નજીકના મિત્રોની આસપાસ પણ છે. મુંબઇ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા સુશાંતે તેના પિતા સાથે ફોન પર વાત કરી હતી, જેમાં સુશાંતે પિતાના આગ્રહ પર નવેમ્બરમાં લગ્ન કરવાની વાત માની હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.