Not Set/ સુશાંત સિંહ રાજપૂતનું ઘર બનશે ‘મેમોરિયલ’, એક્ટર સાથે જોડાયેલી વસ્તુઓ આવશે મુકવામાં

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના મુંબઇના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મૃત્યુના 12 દિવસ બાદ હવે પરિવારે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. સુશાંતનો પરિવાર તેને ગુલશન કહેતો હતો. નિવેદનમાં લખ્યું છે કે, ‘સુશાંત ખૂબ હોશિયાર હતો. તે બધું જાણવા માંગતો હતો. તેણે કોઈ વિક્ષેપ વિના સપનું જોયું અને તેને પૂર્ણ કર્યું. […]

Uncategorized
8bdb091391ad31d755b5329a6717646d સુશાંત સિંહ રાજપૂતનું ઘર બનશે 'મેમોરિયલ', એક્ટર સાથે જોડાયેલી વસ્તુઓ આવશે મુકવામાં

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના મુંબઇના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મૃત્યુના 12 દિવસ બાદ હવે પરિવારે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. સુશાંતનો પરિવાર તેને ગુલશન કહેતો હતો. નિવેદનમાં લખ્યું છે કે, ‘સુશાંત ખૂબ હોશિયાર હતો. તે બધું જાણવા માંગતો હતો. તેણે કોઈ વિક્ષેપ વિના સપનું જોયું અને તેને પૂર્ણ કર્યું. તે અમારા પરિવારનો ગર્વ છે. તેનું ટેલિસ્કોપ તેના માટે સૌથી મહત્વનું હતું. સુશાંત તેના દરેક ફેનને મહત્વ આપતો હતો. અમારા ગુલશનને ખૂબ પ્રેમ કરવા બદલ આપ સૌનો ખૂબ આભાર. ‘

‘અમે માનવામાં જ નથી આવી રહ્યું કે અમને ફરીથી તેનું હાસ્ય સાંભળવા મળશે કે કેમ, અમે તેની ચમકતી આંખો ફરીથી જોઈ શકીશું કે કેમ, આપણે વિજ્ઞાન સાથે જોડાયેલ તેની વાતો ફરી નહીં સાંભળી શકીએ. તેના જવાથી પરિવારમાં એક કમી છે જે ક્યારે નહીં પૂરી થયા’.

સુશાંતના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે પટનામાં તેમનું ઘર સ્મારકમાં ફેરવાશે. સુશાંતને લગતી વસ્તુઓ અહીં રાખવામાં આવશે, જેમાં તેના હજારો પુસ્તકો, તેના ટેલિસ્કોપ, ફ્લાઇટ સિમ્યુલેટર તેના ચાહકો માટે હશે.

સુશાંતના પરિવારે એવી પણ માહિતી આપી હતી કે તેઓએ સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશન (એસએસઆરએફ) સ્થાપવાનું નક્કી કર્યું છે જે સિનેમા, વિજ્ઞાન અને રમતગમત સાથે સંકળાયેલ યુવા પ્રતિભાને ટેકો આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.