Not Set/ સુશાંત સિંહ રાજપૂતે તેની મમ્મીની યાદમાં લખી આ ઈમોશનલ કવિતા, તમે પણ વાંચો

સુશાંત સિંહ રાજપૂતે તેની પહેલી ફિલ્મથી જ દર્શકોનું દિલ જીતી લીધું હતું અને સાબિત કરી દીધું હતું કે તેની પાસે પ્રતિભાની કમી નથી. 34 વર્ષીય ડેશિંગ સુશાંત છેલ્લે 2019 માં આવેલી ફિલ્મ છિછોરેમાં જોવા મળ્યો હતો. તેને ફરીથી સ્ક્રીન પર જોવા ચાહકો ખૂબ જ આતુર છે. આ દરમિયાન સુશાંતે તેની માતા માટે ઈમોશનલ કવિતા લખી […]

Uncategorized
db539cf9cbde4ded718862305882b0c3 સુશાંત સિંહ રાજપૂતે તેની મમ્મીની યાદમાં લખી આ ઈમોશનલ કવિતા, તમે પણ વાંચો

સુશાંત સિંહ રાજપૂતે તેની પહેલી ફિલ્મથી જ દર્શકોનું દિલ જીતી લીધું હતું અને સાબિત કરી દીધું હતું કે તેની પાસે પ્રતિભાની કમી નથી. 34 વર્ષીય ડેશિંગ સુશાંત છેલ્લે 2019 માં આવેલી ફિલ્મ છિછોરેમાં જોવા મળ્યો હતો. તેને ફરીથી સ્ક્રીન પર જોવા ચાહકો ખૂબ જ આતુર છે. આ દરમિયાન સુશાંતે તેની માતા માટે ઈમોશનલ કવિતા લખી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે સુશાંત ઘણીવાર તેના સોશિયલ મીડિયા પર કવિતાઓ શેર કરે છે, પરંતુ આ વખતે તેણે તેની માતાની યાદમાં લખેલી એક કવિતા શેર કરી છે. સુશાંતે તેનો અને તેની માતાનો ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ કોલાજ શેર કર્યો છે અને તેની સાથેની કેપ્શનમાં ઈમોશનલ કવિતા લખી છે.

સુશાંતે તેની પોસ્ટમાં લખ્યું- “આંસુઓસે ધૂંધલાતા અતીત ધૂંધલાતા હુઆ, મુસ્કુરાતે હુએ ઓર ક્ષણભંગુર જીવન કો  સંજોને વાલે સપનો મેં, દોનો કે બીચ બાતચીત #માં”. સુશાંતની પોસ્ટ પર તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત ઇન્ડસ્ટ્રીના તેના ઘણા મિત્રો દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી.

સુશાંત ટૂંક સમયમાં મુકેશ છાબરાની ફિલ્મ ‘દિલ બેચારા’ માં નવી અભિનેત્રી સંજના સંઘી સાથે જોવા મળશે. તે હોલીવુડ ફિલ્મ ફોલ્ટ ઇન આવર સ્ટાર્સની ઓફિશિયલ રિમેક છે.

હાલમાં સુશાંત લોકડાઉનમાં તેના ઘરે કેદ છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે તેની લોકડાઉન રૂટિન શેર કરતો રહે છે. તાજેતરમાં જ સુશાંતે એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે તે હંમેશાં કમ્પ્યુટર ગેમિંગ શીખવાનો શોખીન હતો અને હવે તે તે ઓનલાઇન શીખી રહ્યો છે. આ સિવાય સુશાંત તેની વર્કઆઉટ વીડિયો પણ શેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.