Not Set/ સુશાંત સિંહ રાજપૂત કેસ/ શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીતને NCB ડ્રગ્સ મામલે મોકલશે સમન્સ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે નારકોટિક્સ વિભાગે તેની તપાસ આગળ ધપાવીને બોલિવૂડના મોટા ચહેરાઓને સમન્સ મોકલવાની તૈયારી કરી લીધી છે. આ અઠવાડિયે, બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન અને સિમોન ખંબાટાને સમન્સ મોકલવામાં આવશે. શ્રદ્ધા કપૂરનું નામ દીપેશ અને જગદીશની બોટ વાળા નિવેદનમાં સામે આવ્યું છે, ડ્રગ્સમાં શ્રદ્ધાની સીધી ભૂમિકા મળી […]

Uncategorized
5f7222542fbdd7a679c36740c0a85cad સુશાંત સિંહ રાજપૂત કેસ/ શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીતને NCB ડ્રગ્સ મામલે મોકલશે સમન્સ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે નારકોટિક્સ વિભાગે તેની તપાસ આગળ ધપાવીને બોલિવૂડના મોટા ચહેરાઓને સમન્સ મોકલવાની તૈયારી કરી લીધી છે. આ અઠવાડિયે, બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન અને સિમોન ખંબાટાને સમન્સ મોકલવામાં આવશે. શ્રદ્ધા કપૂરનું નામ દીપેશ અને જગદીશની બોટ વાળા નિવેદનમાં સામે આવ્યું છે, ડ્રગ્સમાં શ્રદ્ધાની સીધી ભૂમિકા મળી નથી પરંતુ તેણીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. સિમોન ખંબાટા, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાનનો સીધો જોડાણ મળી ગયો છે અને તેઓને પણ સમન્સ મોકલવામાં આવશે.

પાવનાના બોટમેને ખુલાસો કર્યો કે શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ સુશાંત સાથે ફાર્મહાઉસમાં આવતા હતા અને બોટ દ્વારા ટાપુ પર જતા હતા. સારા સુશાંત સાથે ત્રણ વખત બોટિંગ કરવા ગઈ છે. જોકે ત્રણેય અભિનેત્રીઓ અલગ અલગ સુશાંત સાથે આવી છે, પણ ત્રણેય ક્યારેય સુશાંત સાથે ફાર્મહાઉસમાં આવી નથી.

વળી બીજી તરફ, મુંબઇમાં ડ્રગના વેપાર સામેની ઝુંબેશ ચાલુ રાખતા, નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ તેની તપાસ હેઠળ વધુ ચાર ડ્રગ પેડલરોની અટકાયત કરી છે. શુક્રવારે અહીં એક અધિકારીએ આ માહિતી આપી હતી. થાણે ઉપરાંત મુંબઇના પવાઈ અને અંધેરી પરામાં દરોડા પાડતા એનસીબીએ કુલ 1,418 કિલો નશીલા પદાર્થ જેવા કે ચરસ અને ગાંજો મળી આવ્યો છે.

એનસીબીના એક અધિકારીએ જણાવ્યું કે, અમે ગુરુવારે મોડી રાત્રે વિશ્રાના ઘરેથી 928 ગ્રામ ચરસ અને રૂ .4,36,000 ની રકમ મળી આવી છે.

અરનેજાના નિવેદનના આધારે એનસીબીએ અન્ય ડ્રગ્સના વેપારી રોહન તલવારના ઘરે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી 10 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ જણાવ્યું હતું કે તલવારની પૂછપરછ દરમિયાન એનસીબીને એક અન્ય વ્યક્તિ નોગથોંગ વિશે જાણવા મળ્યું હતું, જેની પાસેથી 37૦ ગાંજો મળી આવ્યો હતો.

નોગથોંગે તેના સાથીદાર વિશાલ સાલ્વેનું નામ જાહેર કર્યું હતું, તેને પણ પકડવામાં આવ્યો હતો અને એનસીબીએ તેની પાસેથી 110 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે કારણ કે એનસીબી, બોલીવુડના ડ્રગ માફિયાઓ સાથેના જોડાણ અને સુશાંતના મોતની સંભવિત કડીઓ સાથેના સંબંધોને ઉજાગર કરવાના પ્રયાસમાં લાગી છે.

બીજી તરફ, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ શુક્રવારે વરિષ્ઠ અધિકારીઓને મળ્યા અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુ અંગે તેમને અત્યાર સુધીના ડેવલોપમેન્ટની જાણકારી આપી. કેટલાક લોકોના નિવેદનો પરત કર્યા પછી અને ક્રાઈમ સીન રીક્રીએટ કર્યા બાદ, લગભગ એક મહિના પછી મુંબઇથી દિલ્હી પરત આવેલી ટીમે એજન્સીના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમને તપાસની વિગતો બતાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.