Not Set/ હૈતીના પશ્વિમ કિનારે દરિયાઈ વાવાઝોડું ત્રાટક્યું

હૈતીના પશ્વિમ કિનારે દરિયાઈ વાવાઝોડું ત્રાટક્યું છે.. જેના કારણે અહિ ભારે મુસળધાર વરસાદ વરસ્યો છે. વાવાઝાડાને કારણે પવન 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહ્યો છે. મોટાભાગના વિસ્તારો એક મીટર સુધી પાણીમાં ડૂબી ગયા છે. તાજેતરના વર્ષોમાં આવેલા એટલાંટીક તૂફાનોમાં આ એક શક્તિશાળી દરિયાઈ વાવાઝોડું છે. જેમાં કેટલાય ઘરોના છાપરા ઉડી ગયા છે. જોકે અમેરીકાના […]

Uncategorized

હૈતીના પશ્વિમ કિનારે દરિયાઈ વાવાઝોડું ત્રાટક્યું છે.. જેના કારણે અહિ ભારે મુસળધાર વરસાદ વરસ્યો છે. વાવાઝાડાને કારણે પવન 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહ્યો છે. મોટાભાગના વિસ્તારો એક મીટર સુધી પાણીમાં ડૂબી ગયા છે. તાજેતરના વર્ષોમાં આવેલા એટલાંટીક તૂફાનોમાં આ એક શક્તિશાળી દરિયાઈ વાવાઝોડું છે. જેમાં કેટલાય ઘરોના છાપરા ઉડી ગયા છે. જોકે અમેરીકાના રાષ્ટ્રીય તુફાન કેન્દ્રના જણાવ્યા મુજબ જીવનને ખતરારૂપ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બીજી તરફ હૈતીના રાષ્ટ્રપતિ જોકોલર્મ પ્રિવર્તના જણાવ્યા મુજબ, આ વાવાઝોડાંમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે તો દરિયામાં જનારા કેટલાય લોકો ગુમ થઈ ગયા છે. તેઓએ એલર્ટ છતાં જીવને જોખમમાં મુકતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધતા કેટલાક વિસ્તારોમાં 102 સેમી સુધી વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે, હૈતી દુનિયાનો સૌથી ગરીબ દેશમાંનો એક છે.