Not Set/ સુષ્મા સ્વરાજે વિડિયો જાહેર કરી કહ્યું વિપક્ષ ના રાષ્ટ્રપતિ ઉમેદવાર મીરા કુમારે મારી સાથે પક્ષ પાત કર્યો હતો.

એક તરફ વિપક્ષે મીરા કુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે કેન્દ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે મીરા કુમારનો એક વિડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને મીરા કુમાર પર પ્રહાર કર્યા છે. 6 મીનિટનો આ વિડિયો છે. અને તે 30 એપ્રિલ 2013 નો છે. વિડિયો પોસ્ટ કરવાની સાથે વિદેશમંત્રી એ લખ્યું છે કે જૂઓ લોકસભા […]

Uncategorized

એક તરફ વિપક્ષે મીરા કુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે કેન્દ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે મીરા કુમારનો એક વિડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને મીરા કુમાર પર પ્રહાર કર્યા છે. 6 મીનિટનો આ વિડિયો છે. અને તે 30 એપ્રિલ 2013 નો છે. વિડિયો પોસ્ટ કરવાની સાથે વિદેશમંત્રી એ લખ્યું છે કે જૂઓ લોકસભા સ્પીકરપદ પર રહેનાર મીરાકુમાર વિપક્ષના નેતા સાથે કેવું વર્તન કરે છે.? સુષ્મા સ્વરાજે પોસ્ટ કરેલો આ વિડિયો અગાઉ ની યુપીએ સરકાર સમયનો બજેટસત્રનો છે. જેમાં ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા રહેલી સુષ્મા સ્વરાજ ભ્રષ્ટાચાર અને કૌભાંડો પર સરકાર ને ઘેરાવાની કોશિશ કરી રહ્યા હતા. 6 મિનિટના આ વિડિયોમાં આગળની 3 મિનિટ સુધી તો બધું બરાબર ચાલે છે પરંતુ ત્યારબાદ સુષ્મા સ્વરાજ જેવા ટુજી અને સીડબલ્યુજી અને કોલસા કૌભાંડ ને લઈને મનમોહનની સરકારને ઘેરાવાની કોશિશ કરી.. તે સત્તાપક્ષના સાંસદો સદનમાં હંગામો કરવા લાગ્યા.. સુષ્મા સ્વરાજે યુપીએની સરકારને આઝાદી બાદ દેશની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી. આ દરમિયાન સુષ્મા સ્વરાજ પોતાની વાત પૂરી કરે એ પહેલા જ તત્કાલીન મીરા કુમાર તેમને બેસવા માટે કહેવા લાગે છે… મીરા કુમારે તેમને અનેક વખત ઓલરાઈટ,,,થેન્કયુ,,,ઠીક છે એવું કહે છે.. અને બેસી જવા કહે છે.. સુષ્મા સ્વરાજે લોકસભાના આ વિડિયોને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે…. જે મુજબ 6 મિનિટમાં મીરાકુમારે તેમને 60 વખત અટકાવવાની કોશિશ કરી હતી.. મહત્વનું છે કે એનડીએ દ્વારા રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કર્યા છે.. જેની સામે વિપક્ષે મીરાકુમારના નામની જાહેરાત કરી છે. અને અન્ય પક્ષો પાસેથી પણ સમર્થન માગ્યું છે.