Not Set/ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યુ છે યુવરાજ સિંહ માફી માંગો, જાણો શું છે કારણ

સોશિયલ મીડિયા પર સોમવારે રાત્રે  યુવરાજ સિંહ પર હેશટેગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ હેશટેગ ચલાવીને યુવરાજ સિંહ માફી માંગવાની ચર્ચા ચાલી રહી છે. જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર રોહિત શર્મા સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશન દરમિયાન યુવરાજસિંહે જાતિ સૂટક શબ્દનો ઉપયોગ કર્યો હતો. યુવીનો તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ […]

Uncategorized
f1eb0e88750d8a5b837ea5ee590a5245 સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યુ છે યુવરાજ સિંહ માફી માંગો, જાણો શું છે કારણ

સોશિયલ મીડિયા પર સોમવારે રાત્રે  યુવરાજ સિંહ પર હેશટેગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ હેશટેગ ચલાવીને યુવરાજ સિંહ માફી માંગવાની ચર્ચા ચાલી રહી છે. જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર રોહિત શર્મા સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશન દરમિયાન યુવરાજસિંહે જાતિ સૂટક શબ્દનો ઉપયોગ કર્યો હતો. યુવીનો તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તે ટ્વિટર પર #युवराज_सिंह_माफी_मांगो ટ્રેન્ડ કરી રહ્યો છે.

રોહિત શર્મા અને યુવરાજ સિંહ વચ્ચે ઘણા સમય પહેલા એક ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ સેશન થયું હતું. આ સેશન દરમિયાન રોહિત અને યુવરાજે ક્રિકેટ, કોરોના વાયરસ, અંગત જીવન અને ભારતીય ક્રિકેટરો વિશે ઘણી બધી વાતો શેર કરી હતી. તેમની લાઇવ ઇન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર સિંહ કોમેન્ટ કરી રહ્યા હતા.

આ કોમેન્ટને જોઈને યુવરાજસિંહે રોહિત શર્મા સાથે મજાકમાં જાતિવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ સમય દરમિયાન યુવરાજે યુઝવેન્દ્ર ચહલની મજાક ઉડાવતા જાતિવાયચક શભ્દનો પ્રયોગ કહ્યો. યુવરાજ અને રોહિત આ વાતચીતમાં ચહલનાં ટિકટોક વિડીયોની મજાક ઉડાવી રહ્યા હતા. હવે યુવરાજનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ટ્વિટર પર લોકો તેને માફી માંગવા માટે જણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.