Not Set/ સ્પેસએક્સનું ડ્રેગન કૈપ્સૂલ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી જોડાયુ

અમેરિકી સ્પેસ એજન્સી નાસાનાં બે અંતરિક્ષયાત્રીઓને લઇને ગયેલ સ્પેસએક્સનું ડ્રેગન કૈપ્સૂલ રવિવારે સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી જોડાઈ ગયુ છે. સ્પેસએક્સનાં બે-તબક્કાનાં ફાલ્કન 9 રોકેટને શનિવારે બપોરે 3: 22 (1922 જીએમટી) ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોંચ કરવામાં આવ્યુ હતુ. We have liftoff. History is made as @NASA_Astronauts launch from @NASAKennedy for the first time in nine […]

World
aec5af0f15cf52ee5180e83029648726 સ્પેસએક્સનું ડ્રેગન કૈપ્સૂલ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી જોડાયુ

અમેરિકી સ્પેસ એજન્સી નાસાનાં બે અંતરિક્ષયાત્રીઓને લઇને ગયેલ સ્પેસએક્સનું ડ્રેગન કૈપ્સૂલ રવિવારે સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી જોડાઈ ગયુ છે. સ્પેસએક્સનાં બે-તબક્કાનાં ફાલ્કન 9 રોકેટને શનિવારે બપોરે 3: 22 (1922 જીએમટી) ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોંચ કરવામાં આવ્યુ હતુ.

અવકાશયાત્રીઓ રોબર્ટ બેહાનકેન અને ડગલસ હર્લેને ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલમાં ઉતારવામાં આવ્યા હતા. સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ શનિવારે નાસાનાં બન્ને દિગ્ગજ અવકાશયાત્રીઓને લઇને જઇ રહેલા ખાનગી કંપનીની ઐતિહાસિક પ્રથમ અવકાશયાત્રા માટે શનિવારે રવાના થયુ હતુ. 2011 માં સ્પેસ શટલ પ્રોગ્રામનાં અંત પછી યુ.એસ.ની ધરતીથી આ પ્રથમ ક્રૂ ફ્લાઇટનું પ્રસ્થાન બુધવારે થવાનું હતું, પરંતુ હવામાન અનુકૂળ ન હોવાને કારણે તે મોડું થયું હતું. ત્યારબાદ લોંચિંગનો સમય શનિવારે બપોર 3.22 વાગ્યા (1922 GMT) લોંચિંગથી પહેલા સુધી અનિશ્ચિત જ બની રહ્યો.

આ લોન્ચિંગ સાથે, સ્પેસએક્સ પ્રથમ ખાનગી કંપની બની કે જેણે માનવોને સ્પેસમાં મોકલ્યા. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન માત્ર ત્રણ સરકારોએ જ આ સિદ્ધિ હાંસલ કરી છે. ફરીથી વાપરી શકાય તેવું, ગમડ્રોપ (કેન્ડી) આકારનાં વાહનનું નામ ક્રૂ ડ્રેગન છે, જે હવે અમેરિકન અવકાશયાત્રીઓને 19-કલાકની આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રની યાત્રા પર લઈ ગયું છે. કોરોનાવાયરસનાં કારણે છેલ્લા ત્રણ મહિનામાં એક લાખથી વધુ દેશવાસીઓને ગુમાવેલા અમેરિકા માટે આ સફળ પ્રક્ષેપણ આનંદનો સમય લઇને આવ્યું છે. આ પહેલા ગત અઠવાડિયે ખરાબ વાતાવરણનાં કારણે આ પ્રક્ષેપણ મુલતવી રાખવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.