Not Set/ હવામાન વિભાગની ચેતાવણી, થોડા કલાકોમાં ભયાનક સ્વરૂપ લઇ શકે છે ચક્રવાત તોફાન ‘Amphan’

ચક્રવાતી તોફાન ‘એમ્ફાન‘ બંગાળની ખાડીનાં કેન્દ્રમાં પહોંચી ગયું છે. તે ઓડિશાનાં દક્ષિણમાં પારાદીપથી લગભગ 870 કિમી દૂર છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી કલાકમાં તે ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનનું સ્વરૂપ લેશે. ચક્રવાતી તોફાન ‘એમ્ફાન‘નો ભય ફક્ત પશ્ચિમ બંગાળનાં ઓડિશામાં જ નહીં, પણ તમિલનાડુમાં પણ ફેલાયેલો છે. Rameswaram: Pamban port authorities have hoisted ‘cyclone […]

India
d2dba9f4f33d7ea8be5ae94a00d255bc 1 હવામાન વિભાગની ચેતાવણી, થોડા કલાકોમાં ભયાનક સ્વરૂપ લઇ શકે છે ચક્રવાત તોફાન 'Amphan'

ચક્રવાતી તોફાન એમ્ફાનબંગાળની ખાડીનાં કેન્દ્રમાં પહોંચી ગયું છે. તે ઓડિશાનાં દક્ષિણમાં પારાદીપથી લગભગ 870 કિમી દૂર છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી કલાકમાં તે ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનનું સ્વરૂપ લેશે. ચક્રવાતી તોફાન એમ્ફાનનો ભય ફક્ત પશ્ચિમ બંગાળનાં ઓડિશામાં જ નહીં, પણ તમિલનાડુમાં પણ ફેલાયેલો છે.

રામેશ્વરમમાં પમ્બન બંદર વહીવટીતંત્રએ ચક્રવાત તોફાનની ચેતવણી આપવા માટે પમ્બન બ્રિજ ઉપર કેજ નંબર 2 લગાવ્યો છે જેથી લોકોને તેના વિશે ચેતવણી આપવામાં આવે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આ વાવાઝોડુ થોડા કલાકોમાં એકદમ ગંભીર રૂપ લઈ શકે છે. ઓડિશાનાં જગતસિંહપુરનાં ડીએમ સંગ્રામ કેશારી મહાપત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન એમ્ફાનઅંગે જિલ્લા વહીવટ સંપૂર્ણ રીતે સજાગ છે અને અમે તેને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છીએ. એનડીઆરએફની ટીમ પણ અહીં પહોંચી ગઈ છે. 19 મે સુધીમાં અમે ઝૂંપડપટ્ટીમાં રહેતા તમામ લોકોને બહાર કાઠીશું.

આ અગાઉ ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે બંગાળની ખાડીમાં આવેલો તોફાન એમ્ફાન ઘણા રાજ્યો માટે જોખમ ઉભું કરી શકે છે, આઇએમડીએ કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ છે, જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ હવામાન  ખરાબ થઈ શકે છે. જણાવી દઇએ કે, રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની 10 ટીમો ઓડિશાનાં બાલાસોર, ભદ્રક, કેન્દ્રપદા, પુરી, જગતસિંહપુર, જાજપુર અને મયુરભંજ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે, 7 ટીમો કટકમાં, 3 એનડીઆરએફ બી.એન.મુંડાલીમાં છે. હવામાન ખાતાનાં ભુવનેશ્વરે જણાવ્યું હતું કે, 20 મે ની બપોરથી સાંજની વચ્ચે, ‘એમ્ફાનચક્રવાત પશ્ચિમ બંગાળનાં સાગર આઇલેન્ડ અને બાંગ્લાદેશમાં હટિયા આઇલેન્ડની મધ્યમાં ભયંકર રૂપ લેશે. ચક્રવાતને કારણે ઓડિશામાં ભારે વરસાદ થશે અને જોરદાર વાવાઝોડુ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.