Not Set/ હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી

છેલ્લા કેટલાય દિવસના વિરામ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 19 અને 20 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે….પશ્વિમ બંગાળમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ બાદ રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે […]

Uncategorized
1 હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી

છેલ્લા કેટલાય દિવસના વિરામ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 19 અને 20 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે….પશ્વિમ બંગાળમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ બાદ રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 19 અને 20 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે…જો કે બે દિવસમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. વરસાદનું સૌથી વધારે જોર દક્ષિણ ગુજરાતમાં રહેવાનું છે. અમદાવાદમાં પણ પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે…તો બીજી તરફ ભારે વરસાદની આગાહી બાદ તંત્રને એલર્ટ રહેવા કહી દેવાયું છે. તમામ જિલ્લા અધિકારીઓ અને કલેકટરને સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યની તમામ એજન્સીઓ અને સંસ્થાઓને પણ સ્ટેન્ડ ટુ પર રાખવામાં આવ્યા છે.