Not Set/ હાથરસ ગેંગરેપ કેસ/ પીડિતના ગામમાં મીડિયાને મળી એન્ટ્રી, રાજકીય પક્ષો પર પ્રતિબંધ યથાવત્

હાથરસમાં ગેંગરેપ પીડિત યુવતીના મોતથી રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન વહીવટીતંત્રે પીડિતના ગામને સંપૂર્ણ સીલ કરી દીધું હતું. ઉપરાંત, ત્યાં દરેકને આવા-જવા પર પ્રતિબંધ હતો. તમામ દબાણ બાદ વહીવટી તંત્રે હવે મીડિયાને પીડિત પરિવાર સાથે વાત કરવાની છૂટ આપી છે. જો કે, રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળને ગામમાં પ્રવેશવાની મંજૂરી નથી. સદર એસડીએમ પ્રેમ પ્રકાશે જણાવ્યું કે, […]

Uncategorized
31028c0098cff11b6daf5630b2e875f8 1 હાથરસ ગેંગરેપ કેસ/ પીડિતના ગામમાં મીડિયાને મળી એન્ટ્રી, રાજકીય પક્ષો પર પ્રતિબંધ યથાવત્

હાથરસમાં ગેંગરેપ પીડિત યુવતીના મોતથી રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન વહીવટીતંત્રે પીડિતના ગામને સંપૂર્ણ સીલ કરી દીધું હતું. ઉપરાંત, ત્યાં દરેકને આવા-જવા પર પ્રતિબંધ હતો. તમામ દબાણ બાદ વહીવટી તંત્રે હવે મીડિયાને પીડિત પરિવાર સાથે વાત કરવાની છૂટ આપી છે. જો કે, રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળને ગામમાં પ્રવેશવાની મંજૂરી નથી.

સદર એસડીએમ પ્રેમ પ્રકાશે જણાવ્યું કે, ગામમાં એસઆઈટીની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, તેથી મીડિયા ઉપરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. હાલમાં ગામમાં કલમ 144 અમલમાં છે, જેના કારણે 5 થી વધુ મીડિયાકર્મીઓને એકત્ર થવાની  અનીમતી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર મીડિયાને જ મંજૂરી આપવામાં આવશે. પ્રતિનિધિમંડળને ક્યારે મંજૂરી આપવામાં આવશે તે દરેકને કહેવામાં આવશે.

પીડિતના પરિવારજનોએ કેટલીક ન્યુઝ ચેનલો સાથે વાત કરતા કહ્યું કે તેમનો ફોન ટેપ કરાઈ રહ્યો હતો, કારણ કે ડીએમને જ્યારે મીડિયા સાથે વાત કરી ત્યારે ખબર પડી. આ સિવાય પરિવારના સભ્યોના ફોન પણ છીનવાયા હતા અને તેઓને બળજબરીથી ઘરોમાં કેદ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના પર એસડીએમ સદને કહ્યું કે આ આક્ષેપો એકદમ પાયાવિહોણા છે. કોઈનો ફોન છીનવાયો નથી.

ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ચાંદપા ગામની એક દલિત યુવતી પર ગેંગરેપની ઘટના બની હતી. પીડિત યુવતીએ નિવેદનમાં ચાર યુવાનોના નામ આપ્યા હતા. જે અનુસાર પોલીસે આ કેસમાં ગેંગરેપની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે. જો કે, સમગ્ર ઘટનામાં પોલીસ અને વહીવટીતંત્ર અનેક આક્ષેપોનો સામનો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.