Not Set/ હાર્દિકની 17 જાન્યુઆરીની સભામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર નહી રહે હાજર

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને આ મહિને યોજાનાર સભામાં ગુજરાતમાં ભાગ નહિ લે તેવી માહિતી આપી હતી. પહેલા નીતીશ કુમારે હાર્દિક પટેલની સભામાં હાજર રહેવાની સહમતી આપી હતી. જેડીયૂએ જણાવ્યું હતું કે, નીતીશ કુમારે નહિ આવવા મપાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, પાડોશી રાજ્યો ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી […]

Uncategorized
nitish kumar and hardik હાર્દિકની 17 જાન્યુઆરીની સભામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર નહી રહે હાજર

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને આ મહિને યોજાનાર સભામાં ગુજરાતમાં ભાગ નહિ લે તેવી માહિતી આપી હતી. પહેલા નીતીશ કુમારે હાર્દિક પટેલની સભામાં હાજર રહેવાની સહમતી આપી હતી.

જેડીયૂએ જણાવ્યું હતું કે, નીતીશ કુમારે નહિ આવવા મપાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, પાડોશી રાજ્યો ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી તે સભામાં ભાગ નહી લઇ શકે.

હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં 6 મહિન બહાર રહેવાની શરતે ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હતા. છેલ્લા 6 મહિનાથી હાર્દિક પટેલ રાજસ્થાનમાં રહેતો હતો. 6 મહિના 17 જાન્યુઆરીએ પુરા થઇ રહ્યા છે. એટલે તે 17 જાન્યુઆરીએ ગુજરાતમાં પ્રવેશ સાથે એક વિશાળ સભાને સંબોધન કરવાનો છે.