પાટણમાં મહેસાણાના પાસ કન્વીનર પર હુમલા અંગેના પ્રકરણમાં પાસના નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાભણીયાની આણંદ અને રાજકોટથી પોલિસે ધરપકડ કરી તેમણે પાટમ પોલિસના હવાલે કરાયા હતાં.જેમને મંગળવારે કોર્ટમાં રજુ કરવાના હતાં પમ પૂરા દિવસ તેમને પેલીસ સ્ટેશનમાં રૂમમાં બંધ રખાયા હતાં.જેઓને રાત્રે પાટણ લાવી જજના બંગલે રજુ કરાયાં બાદ 10 દિવસના રિમાન્ડ મંગાવવામાં આવતાં કોર્ટે 1 સપ્ટેબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
સિદ્ધપુર ચાર રસ્તા પર નવજીવન હોટલ પર ચા નાસ્તો કરવા બેઠેલા હતા ત્યારે હાર્દીક તેમના કાફલા સાથે આવી દિલીપ સાવલીયાને પાલડીના મહેશ પટેલ, જસદણના સુનીલ ખોખરીયા, રાજકોટના બ્રિજેશ પટેલ, ધવલ ભીમાણી(કાકા) અને બીજા ચાર પાંચ અજાણ્યા શખસો અને હાર્દિક પટેલે રાજકોટમાં સહકાર આપતા નથી અને કોમેન્ટ મારે છે તેવું કહેતાં સાવલીયાએ તમો પણ આવી કોમેન્ટ મારવાનું બંધ કરો, સમાજનું કામ તો અમે પણ કરીએ છીએ. આમ કહેતાં શખસો ઉશ્કેરાઇ જઇ બ્રિજેશ પટલે દિલીપનો સોનાનો દોરો અને સુનીલે મોબાઇલ તોડી નાખ્યો હતો. છતાં ધવલ ભીમાવતે નરેન્દ્રભાઇને બે ત્રણ લાફા મારી પેશાબના ભાગે પાટુ માર્યું હતું અને પ્રોગ્રામમાં જતાં ત્યાં પણ કાસળ કાઢી નાખવાની ધમકી દિનેશ બામણીયાએ આપી હતી તેવું ફરીયાદમાં આક્ષેપ કરાયો છે.જે અંગે તેમના રિમાન્ડ મંજૂર કરાયા છે.
