Not Set/ હેટ સ્ટોરી-૪ના શુટિંગ દરમિયાન અભિનેત્રી ઉર્વશી ઘાયલ

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અત્યારે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયેલ હેટ સ્ટોરીની ચોથી સીરીઝમાં કામ કરી રહી છે. આ ફિલ્મનું શુટિંગ અત્યારે લંડનમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં એક ગીતના રીહર્સલ દરમિયાન ઉર્વશીનો પગ લપસી જતા પગમાં ગંભીર ઈજા થઈ છે. જેના કારણે તેના પગમાં સોજો આવ્યો છે અને લોહી પણ નીકળ્યુ છે. જેના લીધે […]

Top Stories
news1709 હેટ સ્ટોરી-૪ના શુટિંગ દરમિયાન અભિનેત્રી ઉર્વશી ઘાયલ

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અત્યારે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયેલ હેટ સ્ટોરીની ચોથી સીરીઝમાં કામ કરી રહી છે. આ ફિલ્મનું શુટિંગ અત્યારે લંડનમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં એક ગીતના રીહર્સલ દરમિયાન ઉર્વશીનો પગ લપસી જતા પગમાં ગંભીર ઈજા થઈ છે. જેના કારણે તેના પગમાં સોજો આવ્યો છે અને લોહી પણ નીકળ્યુ છે. જેના લીધે ડાયરેક્ટરે બે દિવસ સુધી ફિલ્મનુ શુટિંગ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. તેમ છતાં ઉર્વશીએ પોતાનુ કામ બંધ કર્યુ નહીં અને ઈજા છતાં તે નિયમિત પ્રેક્ટીસ કરતી રહી.

સુત્રોના જણાવ્યા મુજબ, ઉર્વશીનુ આ ડેડીકેશન જોઈને ડાયરેક્ટર અને ક્રૂ મેમ્બર તેમની પ્રશંસા કરતા થાકતા નથી. આ અંગે ઉર્વશીએ જણાવ્યુ હતું કે મને ડાન્સિંગ સાથે એટલો લગાવ છે કે ઈજા પણ મને ડાન્સ કરતા રોકી શકે તેમ નથી. એક્ટિંગ અને ડાન્સિંગ એ મારુ પેશન છે અને તેમાં કોઈ અવરોધ આવે તે મને પસંદ નથી.