Not Set/ હોંગકોંગ દમન મામલે ચીનને મોટો ઝટકો, ટ્રમ્પે નવા કાયદા પર કર્યા હસ્તાક્ષર, આવી થશે અસર…

હોંગકોંગના મુદ્દે અમેરિકાએ ચીનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક કાયદા અને કારોબારી હુકમ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં હોંગકોંગમાં લોકોના દમનને કારણે ચીની લોકો અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી છે. નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે કહ્યું કે, મેં એક એવા કાયદો અને વ્યવસ્થા પર હસ્તાક્ષર […]

World
4d3a2a3e6717ccf2df806105f713246a હોંગકોંગ દમન મામલે ચીનને મોટો ઝટકો, ટ્રમ્પે નવા કાયદા પર કર્યા હસ્તાક્ષર, આવી થશે અસર...
હોંગકોંગના મુદ્દે અમેરિકાએ ચીનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક કાયદા અને કારોબારી હુકમ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં હોંગકોંગમાં લોકોના દમનને કારણે ચીની લોકો અને સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરવામાં આવી છે. નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે કહ્યું કે, મેં એક એવા કાયદો અને વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા છે, જે ચીનને હોંગકોંગના લોકો પર દમન માટે જવાબદાર ઠેરવે છે. 

ટ્રમ્પે કહ્યું કે તેમણે બપોરે હોંગકોંગ ઓટોનોમી એક્ટ પર હસ્તાક્ષર કર્યા છે, જે ચીનને કાબુમાં રાખવા માટે એક શક્તિશાળી હથિયાર હશે. આ કાયદો ટ્રમ્પ પ્રશાસનને વિદેશી લોકો અને બેન્કો પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર આપશે જે હોંગકોંગની સ્વાયતતાને નષ્ટ કરી રહ્યા છે. ચીને હોંગકોંગ સિક્યુરિટી એક્ટ લાગુ કર્યાના બે અઠવાડિયા પછી આ આદેશ આવ્યો છે. 

રોઝ ગાર્ડન ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “આ કાયદો મારા વહીવટને નવા શક્તિશાળી સાધનો આપશે જે લોકો અને સંસ્થાઓને હોંગકોંગની સ્વતંત્રતા ખતમ કરવા માટે કાબુમા રાખી શકે.” જે બન્યું છે તે આપણે બધાએ જોયું છે, આ સારી સ્થિતિ નથી. તેમની સ્વતંત્રતા અને અધિકાર છીનવી લેવામાં આવ્યા છે. ” 

ટ્રમ્પે કહ્યું કે, “હોંગકોંગ સાથે મેઇનલેન્ડ ચીન જેવો વર્તાવ ન થઇ શકે. કોઈ વિશેષ વ્યાપ નહીં, કોઈ વિશેષ આર્થિક વર્તણૂક નહીં કે કોઇ સંવેદનશીલ તકનીકની નિકાસ નહીં. “યુ.એસ. કોંગ્રેસે આ મહિને સર્વસંમતિથી હોંગકોંગ ઓટોનોમી એક્ટ પસાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews