Not Set/ હોલિવૂડની આ અભિનેત્રી આવી કોરોનાની ઝપટમાં, 3 અઠવાડિયાથી છે હોસ્પિટલમાં દાખલ

અમેરિકન અભિનેત્રી જુડી ઇવાન્સ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે. ‘Days of our Lives’ ની 55 વર્ષની અભિનેત્રી હોસ્પિટલમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થઇ ગઇ હતી. ઘોડા પર સવાર અકસ્માત બાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, તેના ઘણા હાડકા તૂટી ગયા છે. તેના મેનેજર હૌવી સાઇમને એક […]

World
dc30aef3ba46929194d3831d11047000 હોલિવૂડની આ અભિનેત્રી આવી કોરોનાની ઝપટમાં, 3 અઠવાડિયાથી છે હોસ્પિટલમાં દાખલ

અમેરિકન અભિનેત્રી જુડી ઇવાન્સ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે. ‘Days of our Lives’ ની 55 વર્ષની અભિનેત્રી હોસ્પિટલમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થઇ ગઇ હતી. ઘોડા પર સવાર અકસ્માત બાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, તેના ઘણા હાડકા તૂટી ગયા છે.

તેના મેનેજર હૌવી સાઇમને એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે રવિવારે તેણે જુડી સાથે વાત કરી હતી અને તે હજી પણ હોસ્પિટલમાં છે. છેલ્લા 23 દિવસથી તે હોસ્પિટલમાં છે. મંગળવારે પબ્લિસિસ્ટ સાઇમને ઇવાનનો ફોટો પોસ્ટ કર્યો જેમાં અભિનેત્રીએ તેના ચાહકોને એક પેપર બોર્ડ પર એક સંદેશ લખ્યો અને તેમનો આભાર માન્યો છે. અભિનેત્રીએ લખ્યું, “આભાર, તમારો પ્યાર, પ્રેમ અને સમર્થન મારા માટે પૂરી દુનિયા છે.”

સાઇમનનાં જણાવ્યા અનુસાર, અભિનેત્રીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે જ તેમને કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યા હતા અને આ વાયરસનાં કારણે લોહીનાં ગંઠ્ઠા થઇ ગયા હતા જેના કારણે બન્ને પગ કાપવો પડે તેમ હતુ. સાઇમને કહ્યું, “અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે તેઓ તેના એક પગ પર સર્જરી કરવા તેને ઓપરેશન રૂમમાં લઇ ગયા ત્યારે તેઓ તેના પગને સુન્ન કરવાનું ભૂલી ગયા હતા અને સભાન અવસ્થામાં જ તેની સર્જરી કરવામાં આવી હતી. જો કે હાલમાં ઇવાનની તબિયત સારી થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.