Not Set/ હોલીવુડની અભિનેત્રી કેલી પ્રેસ્ટનનું અવસાન

હોલીવુડ અભિનેત્રી કેલી પ્રેસ્ટનનું કેન્સરથી નિધન થયું હતું. તે 57 વર્ષની હતી. કેલી પ્રેસ્ટન છેલ્લા બે વર્ષથી સ્તન કેન્સર સામે લડી રહી છે. કેલીના પતિ અને અભિનેતા જ્હોન ટ્રાવોલ્ટાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી કેલીના મૃત્યુની જાણકારી આપી હતી. જ્હોને લખ્યું, ‘મારે ખૂબ દુખ સાથે કહેવું છે કે મારી પત્ની કેલીનું નિધન થયું છે. તે […]

Entertainment
d671298101110305203c5aba055627ad હોલીવુડની અભિનેત્રી કેલી પ્રેસ્ટનનું અવસાન
હોલીવુડ અભિનેત્રી કેલી પ્રેસ્ટનનું કેન્સરથી નિધન થયું હતું. તે 57 વર્ષની હતી. કેલી પ્રેસ્ટન છેલ્લા બે વર્ષથી સ્તન કેન્સર સામે લડી રહી છે. કેલીના પતિ અને અભિનેતા જ્હોન ટ્રાવોલ્ટાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી કેલીના મૃત્યુની જાણકારી આપી હતી.

જ્હોને લખ્યું, ‘મારે ખૂબ દુખ સાથે કહેવું છે કે મારી પત્ની કેલીનું નિધન થયું છે. તે બે વર્ષથી બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી. આ યુદ્ધ તેણે ખૂબ હિંમતથી લડ્યો. હું અને મારો પરિવાર તેના ડોકટરો અને નર્સો માટે હંમેશા આભારી રહેશે. તેમજ તેના બધા મિત્રોનો આભાર કે જેમણે તેને પ્રેમ કર્યો. કેલી હંમેશાં પ્રેમ અને જીવન માટે યાદ કરવામાં આવશે. હું મારા બાળકોને સમય આપીશ જેણે તેમની માતા ગુમાવી છે. ‘

કેલી પ્રેસ્ટન તેના પાછળ પતિ જોન ટ્રાવોલ્ટા, પુત્રી ઇલા અને પુત્ર બેન્જામિન ને મૂકી ગયા છે. તેનો એક પુત્ર, જેટનું 2009માં અવસાન થયું હતું. કેલીની મુખ્ય ફિલ્મોમાં જેરી મેગુવાયર, ગોટ્ટી, ટ્વિન્સ, જેક ફ્રોસ્ટ, લવ ઓફ ધ ગેમનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.