કોરોના વાયરસથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. વાયરસની આ બીજી લહેરનો પ્રકોપ તદ્દન જીવલેણ છે. યુવાનોમાં આ વખતે વાયરસનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. સેલેબ્સ પણ કોરોનાથી સંવેદનશીલ છે. દરમિયાન, નાના પડદે પ્રખ્યાત અભિનેતા રવિ દુબેને પણ રવિવારે કોવિડથી ચેપ લાગ્યો છે. અભિનેતાએ આ માહિતી તેના ચાહકોને આપી છે. રવિએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે. આ સાથે તેમણે લોકોને વિનંતી પણ કરી છે કે જે લોકો તેના સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાને સુરક્ષિત રાખે અને તેમનો કોવિડ ટેસ્ટ કરવો જોઈએ.
રવિ દુબેએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘મને હાલમાં જ મારો રિપોર્ટ મળ્યો છે જે પોઝિટિવ છએ. હું તમામને સજેસ્ટ કરવાં ઇચ્છીશ કે, ગત કેટલાંક દિવોસમાં જે કોઇ મારા સંપર્કમાં આવ્યાં છે તેઓ તેમનો ટેસ્ટ જરૂર કરાવી લે અને પોતાનુ ધ્યાન રાખે. આપનાં સ્વાસ્થ્ય પર નજર બનાવી રાખો. જો કોરોનાનાં લક્ષણ જણાય તો આપનો ટેસ્ટ કરાવજો.’
આ પણ વાંચો :પોતાના દીકરાને બચાવવા માટે જમીન પર નીચે પડી ગઈ શ્વેતા તિવારી, સામે આવ્યા ભયાનક CCTV ફૂટેજ
View this post on Instagram
મે મારી જાતને આઇસોલેટ કરી દીધી છે. અને હું મારા પરિજનોની દેખરેખ હેઠળ છું. સુરક્ષિત રહો, સકારાત્મક રહો.. ભઘવાન આપ સૌનું ભલુ કરે. રવિ દુબેની પોસ્ટ પર તેનાં ફેન્સ અને મિત્રો કમેન્ટ કરતાં નજર આવી રહ્યાં છે. સરગુન મહેતાની સાતે જ રવિ દુબેની પોસ્ટ પર બિગ બોસ ફેઇમ શહજાદ દેઓલ, પંજાબી એક્ટર અને સિંગર એમી વિર્ક, આહાના કુમરા અને બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટે પણ કમેન્ટ કરતાં રવિને જલ્દી ઠીક થવાની કામના કરી છે.
આ પણ વાંચો :સલમાન ખાનની લાડકી અર્પિતાને થયો કોરોના, બહેન અલવીરા પણ સંક્રમિત
રવિ દુબેની પોસ્ટ પર તેની પત્ની અને એક્ટ્રેસ સરગૂન મેહતા એ પણ પ્રતિક્રિયા આપી છે. જેનાંથી માલૂમ થાય છે કે, પતિનાં સ્વાસ્થ્ય અંગે એક્ટ્રેસને ઘણી ચિંતા છે. રવિ દુબેએ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે, તેનો ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેણે પોતાને આઇસોલેટ કરી દીધો છે. જે સાથે જ તેણે પોતાનાં સંપર્કમાં આવેલાં લોકોને પણ પોતાનો ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી છે.
આ પણ વાંચો :તેલુગુ સ્ટાર જુનિયર NTRને થયો કોરોના, ચાહકોને કહ્યું – ચિંતા ન કરો…..