ટેલીવુડ/ પોતાના દીકરાને બચાવવા માટે જમીન પર નીચે પડી ગઈ શ્વેતા તિવારી, સામે આવ્યા ભયાનક CCTV ફૂટેજ

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આજકાલ રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી’ને લઈને ઘણી ચર્ચામાં છે. શ્વેતા હાલમાં આ શોમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં છે. શ્વેતા વિદાય લેતી વખતે તેના

Trending Entertainment

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી આજકાલ રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી’ને લઈને ઘણી ચર્ચામાં છે. શ્વેતા હાલમાં આ શોમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં છે. શ્વેતા વિદાય લેતી વખતે તેના પતિ અભિનવ કોહલીએ એક પછી એક તેમના બાળક રેયાંસ વિશે ગંભીર આરોપો લગાવવાનું શરૂ કરી દીધું છે. તે જ સમયે, શ્વેતા પણ પતિના આ આરોપોનો યોગ્ય જવાબ આપતી જોવા મળી રહી છે. આ સાથે જ શ્વેતાએ તેના સોશિયલ એકાઉન્ટ પર એક ચોંકાવનારો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો જોઈને બધા જ ચોંકી ગયા છે અને લોકો તેના પતિ અભિનવની કૃત્યને શરમજનક ગણાવી રહ્યા છે.

https://www.instagram.com/p/COse27-N2Ej/?utm_source=ig_web_copy_link

શ્વેતા તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે વીડિયો પોસ્ટ કર્યા છે. એક વીડિયોમાં સીસીટીવી ફૂટેજ છે, જ્યારે એકમાં તેનો પુત્ર રેયાંસ ઘણો ડરી ગયેલો જોવા મળે છે. પહેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે અભિનવ શ્વેતાના હાથમાંથી પુત્ર રેયાંસને છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે શ્વેતા પોતાના બાળકને બચાવવા જમીન પર નીચે પડી ગઈ છે. બીજા વીડિયોમાં જોઈ શકાય છે કે રાયંશ અભિનવની આ કૃત્યથી કેવી રીતે ડરી રહ્યો છે  તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ વીડિયો પોસ્ટ કરતાં શ્વેતાએ એક લાંબો સંદેશ પણ લખ્યો છે. તે લખે છે, ‘હવે સત્ય બહાર આવવા દો !!! (પરંતુ આ પોસ્ટ હંમેશાં મારા એકાઉન્ટ પર રહેશે નહીં, હું તેને ડીલીટ કરી નાખીશ. હું હવે તે પોસ્ટ કરું છું કારણ કે હું સત્ય કહેવા માંગું છું.) તેથી જ મારું બાળક તેનાથી ડરે છે. ‘