પર્દાફાશ/ હરિયાણાના કુરુક્ષેત્રમાં 1.5KG RDX મળી આવ્યું,15 ઓગસ્ટ પહેલા બ્લાસ્ટનો પ્લાન હતો

STF ટીમે પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી શમશેર સિંહની કુરુક્ષેત્રના શાહબાદમાં જીટી રોડ પર મળી આવેલા વિસ્ફોટકો સાથે ધરપકડ કરી છે

Top Stories India
13 3 હરિયાણાના કુરુક્ષેત્રમાં 1.5KG RDX મળી આવ્યું,15 ઓગસ્ટ પહેલા બ્લાસ્ટનો પ્લાન હતો

હરિયાણા STFએ સ્વતંત્રતા દિવસ પહેલા કુરુક્ષેત્રમાં આતંક મચાવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. એક આરોપીની ધરપકડ કરતી વખતે, STF અંબાલાની ટીમે તેની પાસેથી લગભગ દોઢ કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. તેમની પાસેથી દેશી બોમ્બ આકારની વસ્તુ, ટાઈમર અને ડિટોનેટર પણ મળી આવ્યા છે.

STF ટીમે પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી શમશેર સિંહની કુરુક્ષેત્રના શાહબાદમાં જીટી રોડ પર મળી આવેલા વિસ્ફોટકો સાથે ધરપકડ કરી છે. જિલ્લાના ડીએસપીએ જણાવ્યું કે આ આરડીએક્સ બનાવવા માટે હાઈલી એક્સપ્લોસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટકો અહીંથી કોઈ અન્ય વ્યક્તિ મૂકવાનું હતું અને તે પછી શું કરવામાં આવ્યું હશે, તે અંગે પોલીસે શમસેર સિંહ પાસેથી માહિતી મેળવવાની છે, જેના માટે તેને રિમાન્ડ પર લેવામાં આવશે જેથી તેનું નેટવર્ક જાણી શકાય. આરોપી શમશેર સિંહને શુક્રવારે કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવશે. તેની સામે શાહબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે   મે મહિનાની શરૂઆતમાં હરિયાણાના કરનાલમાં જ પોલીસે ચાર શંકાસ્પદ આતંકવાદીઓને પકડ્યા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં ગોળીઓ અને દારૂગોળાની પેટીઓ મળી આવી હતી. આ સાથે ત્રણ IED બોમ્બ પણ મળી આવ્યા છે. કહેવામાં આવ્યું હતું કે ચારેય પંજાબ સ્થિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંબંધિત છે. તેમને પકડવા માટે IB પંજાબ પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.