Banaskantha News/ બનાસકાંઠામાં કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, 1નું મોત

મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખસેડાયો છે. 

Top Stories Gujarat

Banaskantha News: બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાં (Palanpur) આબુ હાઈવે નજીક અકસ્માત (Accident) સર્જાતા 1 વ્યક્થિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા છે.  સાઈબાબા મંદિર નજીક કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખસેડાયો છે.

આ પહેલા બનાસકાંઠામાં થયેલા અન્ય અકસ્માતમાં નવરાત્રિમાંથી બાઇક પર પરત આવી રહેલા યુવકોને જોરદાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના કરૂણ મોત નીપજ્યા હતા. મોડી રાતે અંધારામાં બાઈક અને ફોરચ્યુનર કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનેરાના ખીંમત પાસે ફોર્ચ્યુનર ગાડી અને બાઈક વચ્ચે મોડી રાત્રે ભયાનક ટક્કર બાદ અકસ્માત સર્જાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે અને અન્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવની વિગત એવી છે કે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઓઢવા માલપુરિયા રોડ ગમખ્વાર પાસે અકસ્માત સર્જાયો હતો. ગુજરાતમાં આમ દરેક જિલ્લા અકસ્માતના રોડમેપ પર આવી ગયા છે. બનાસકાંઠામાં પહેલાં જ્યાં જવલ્લે જ અકસ્માત જોવા મળતા હતા ત્યાં હવે ટુ-વ્હીલરોની વધેલી સંખ્યાના લીધે અને વાહનચાલકો દ્વારા વાહન પૂરપાટ વેગે હંકારવાના લીધે અકસ્માતના બનાવ વધ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં નવરાત્રીમાંથી પરત આવતા યુવકોની કારને અકસ્માત, ત્રણના મોત

આ પણ વાંચો: બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત

આ પણ વાંચો: બનાસકાંઠામાં બે બાઇક સામસામે અથડાતા થયો અકસ્માત, એકનું મોત